ગાંધીનગરઃ ગુજરાતમાં પેપર કેટલા ફૂટ્યા 13, 23 કે 33 તેનો આંકડો પણ સરકાર આપવા તૈયાર નથી, કુપોષણના આંકડા પણ આપવા સરકાર તૈયાર નથી અને બેરોજગાર યુવાનો કેટલા છે તેનો પણ આંકડો સરકાર આપવા તૈયાર નથી. આ વાત કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર પર સ્પષ્ટ શબ્દોમાં વાકબાણ ચલાવ્યા હતા. તેમણે વિધાનસભામાં કરેલા સવાલોના જવાબમાં સરકારે જે કહ્યું તેને લઈને નારાજ થયેલા જીગ્નેશ મેવાણીની નારાજગી તેમના શબ્દો થકી સામે આવી હતી.
ADVERTISEMENT
RAJKOT માં સિગરેટ ગેંગ: યુવક સિગરેટ પિતાની સાથે જ ઢળી પડ્યો અને…
કુપોષણમાં ગુજરાતે દેશમાં અવ્વલ સ્થાન મેળવ્યુંઃ મેવાણી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે વિધાનસભામાં કુપોષણ અંગે સવાલ કર્યો હતો તેના જે જવાબ મળ્યા તેનાથી મેવાણી ઘણા નાખુશ થયા હતા. તેમણે આ અંગે કહ્યું કે, ગુજરાત રાજ્ય એ કુપોષિત અને ઓછા વજન વાળા અંડર વેઈટ બાળકોની સંખ્યામાં દેશમાં બીજા નંબર પર છે. ગુજરાતની ભાજપ સરકાર મોડલ સ્ટેટનો, ગુજરાતના ગતિશિલ-વાયબ્રન્ટ અને સ્વર્ણીમ હોવાનો ગમે તેટલો દાવો કરે, 156 સીટનો ગમે તેટલો અહંકાર બતાવે છતાં ગુજરાતની ગરીબોની અને કુપોષિત બાળકોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ 100માંથી 40-45 બાળકો કુપોષિત હતા અને આજે બે દાયકા બાદ પણ ગુજરાતમાં 100માંથી 40થી 45 બાળકો કુપોષિત છે. એટલે કુપોષણમાં ગુજરાતે દેશમાં અવ્વલ સ્થાન મેળવ્યું છે. તે શરમજનક છે.
માવઠાની હવામાન વિભાગની આગાહી પછી આંબાવાડીના ખેડૂતોની ચિંતા વધી, અમરેલીના ખેડૂતોએ શું કહ્યું?
દાહોદમાં 35000થી વધુ બાળકો અંડર વેઈટ
તેમણે કહ્યું કે, વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા સવાલના જવાબમાં, એક દાહોદ જિલ્લામાં 35000થી વધારે બાળકો અંડર વેઈટ અને કુપોષિત હોય તેવો ચોંકાવનારો આંકડો આપ્યો છે. મેં જ્યારે પેટા સવાલમાં પુછ્યું કે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કેટલા બાળકો કુપોષિત હતા, તમે તેમની શું ટ્રિટમેન્ટ કરી અને પછી કેટલા બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા? તેના સવાલના જવાબમાં ગુજરાત સરકારે જવાબ આપ્યો કે આ બાબતના કોઈ ડેટા, કોઈ આંકડા અમારી પાસે નથી. એટલે કે ગુજરાતમાં પેપર કેટલા ફૂટ્યા 13, 23 કે 33 તેનો આંકડો પણ સરકાર આપવા તૈયાર નથી, કુપોષણના આંકડા પણ આપવા સરકાર તૈયાર નથી અને બેરોજગાર યુવાનો કેટલા છે તેનો પણ આંકડો સરકાર આપવા તૈયાર નથી. હમણાં 6 જિલ્લાનો ડેટા આપ્યો જેમાં 61000થી વધારે યુવાનો બેરોજગાર હોવાનું કહે છે, પણ ગુજરાતના તમામ જિલ્લાઓના આંકડા ભેગા કરીએ તો આ આંકડો લાખોમાં થઈ શકે છે. 55થી 60 લાખ ખેતમજુરો પોતે પણ યોગ્ય રોજગારથી વંચિત છે. મનરેગા યોજના અંતર્ગત વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાના બદલે માંડ 30થી 40 દિવસની રોજગારી આપવામાં આવે છે.
‘ધારાસભ્યનું પદ ખાલી પડે તો 6 મહિનામાં ચૂંટણી અને…’
મેવાણીએ કહ્યું, ગુજરાત વિધાનસભાના મંચ પરથી જ્યારે સરકારને પુછીએ કે કેટલા બેરોજગારો તમારા રેકોર્ડ પર નોંધાયેલા છે તે પણ જણાવવા તૈયાર નથી, ખાલી પડેલા પદોની વાત તો છોડો સરકાર બેરોજગારો કેટલા છે તેના આંકડા પણ આપવા તૈયાર નથી. ધારાસભ્યનું પદ ખાલી પડે તો છ મહિનામાં ચૂંટણી થઈ જાય છે. પણ દાયકાઓથી ખાલી પડેલા સરકારી પદો પર ભરતી થતી નથી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT