નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ તિલકવાડાના ઘણા વિસ્તારોમાં અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસ્તીની નજીક આવી જતા હોય છે. અહીંના જંગલ વિસ્તારથી અડીને આવેલા વિસ્તારોમાં તો જાણે આ બધું રોજનું થતું જાય છે. જોકે વન્ય પ્રાણીઓ મુક્ત મને ફરી શકે પણ તેનાથી માનવ વસ્તીને પણ એટલી જ ચિંતા થતી રહે છે. અહીં મકાઈના ખેતરમાં છ ફૂટનો મગર આવી ગયો હતો. જેના કારણે લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ તરફ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને તે પછી મગરને પકડી પાડવામાં આવ્યો હતો. લોકો આ ઘટના જોવા મોટી સંખ્યામાં આવી ગયા હતા.
ADVERTISEMENT
CCTV: દાહોદમાં ટ્રેન સાથે 30 મીટર ઢસેડાઈ મહિલા, ચાલુમાં ઉતરવા જતા જુઓ શું થયું?
સેલવાસમાં માતાને તેના પ્રેમીથી બચાવવા દીકરી વચ્ચે પડી તો, તેને ચપ્પુથી રહેંશી નાખી
ઘણા વિસ્તારોમાં ફોરેસ્ટ એરિયા છે
તિલકવાડા તાલુકામાં ઘણા એવા વિસ્તારો છે, જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારોમાં ઘણીવાર જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે અને ઘણા વિસ્તારમાં દીપડાઓ પણ નજરે હોય છે. તો ઘણા વિસ્તારોમાં નદી અને તળાવ પાસે મગરો પણ વસવાટ કરતા હોય છે. ત્યારે તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામે ખેતર વિસ્તારમાં છ ફૂટના મહાકાય મગર આવી પહોંચતા તિલકવાડા વન વિભાગ અને GSPCA ટીમના દ્વારા મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને કેવડિયા રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો. તાલુકામાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં ફોરેસ્ટ એરિયા આવેલો છે. જ્યાં મોટા પ્રમાણમાં જાનવરો વસવાટ કરતા હોય છે, તો ઘણા વિસ્તારોમાં નદી તળાવ પાસે મગરો પણ વસવાટ કરતા હોય છે અને આ જંગલી જાનવર ઘણીવાર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે અને આવી જ એક ઘટના સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામની સીમ વિસ્તારમાં 6 ફૂટના મહાકાય મગર ખેતરમાં આવી પહોંચ્યો હતો. ખેતરમાં મગરની જાણ સ્થાનિક લોકોને થતા લોક ટોળાં ઘટના સરકાર ઉમટી પડ્યા હતા અને મગરની જાણ તિલકવાડા ફોરેસ્ટ વિભાગમાં કરી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગના હાર્દિક ગોહિલ તથા GSPCA તેમના નીરવ તડવી અને પરેશ માછી સહિત કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ગણતરીના સમયમાં જ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને રેસક્યુ કર્યા બાદ મગરને કેવડિયા રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો હતો. મગરનું રેસ્ક્યુ થતાં સ્થાનિક લોકોએ રાહતનો અનુભવ લીધો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT