ભાવનગરમાંઃ પત્નીની હત્યા કરી પતિ ભાગ્યો તો રસ્તામાં મળ્યું આવું કમકમાટી ભર્યું મોત

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામે આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ઓમકાર સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા શિક્ષિકાને પતિ સાથે વારંવાર…

gujarattak
follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામે આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ઓમકાર સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા શિક્ષિકાને પતિ સાથે વારંવાર ઝઘડો થતો રહેતો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા શિક્ષિકા પત્નીને પતિએ તીક્ષણ હથિયારના માથા કપાળના ભાગે ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલે તે પત્નીને પ્રથમ સિહોર હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જોકે તે દરમિયાન પતિ પત્નીને પતાવી દીધા પછી ભાગી રહ્યો હતો જ્યાં રંગોળા નજીક એક અજાણ્યા વાહનની ટક્કરે આવી જતા પતિનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીની પ્રતિક્રિયા, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

સંલગ્ન બંને ઘટનાઓની અલગ અલગ ફરિયાદ
ઘટના દરમિયાનમાં પત્નીની હત્યા કરી નાસી રહેલો પતિ રંગોળા નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા પતિનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બંને અલગ અલગ ફરિયાદો ઉમરાળા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ઉમરાળાનાં રંગોળા ગામે રહેતા હિતેશભાઈ કનૈયાલાલ દવે ઉંમર વર્ષ 50 એ ઉમરાળા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ઉમરાળાના રંગોળા ખાતે આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મોનિકાબેન અનિલ કુમાર જૈન ઉંમર વર્ષ 35ને ગઈકાલે રાત્રિના 9:30 કલાકના અરસામાં પતિ અનિલ કુમાર જૈન સાથે ઝઘડો થયો હતો. પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિ પત્ની વચ્ચે ગાળા ગાળી સહિતનો ઝઘડો થઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા પતિ અનિલકુમાર જૈને પત્ની મોનિકાબેનને તિક્ષણ હથિયાર વતી માથા અને કપાળના ભાગે ઘા ઝીંકી દીધા હતા.

પત્નીની હત્યા થઈ હોવાનું જાણી પતિ ભાગતો હતો
દરમિયાનમાં મોનિકાબેન લોહી લુહાણ હાલતમાં ઘરમાં ઢળી પડ્યા હતા. મોનિકાબેનને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ શિહોરની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોનિકાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં પત્નીની હત્યા કરવા બદલ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. દરમિયાનમાં પત્નીને તીક્ષણ હથિયારના ઘા જીકી પતિ અનિલકુમાર જૈન નાસી રહ્યો હતો ત્યારે રંગોળા નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા અનિલ કુમાર જૈનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી.

રેપો રેટમાં વધારા મામલે ઇસુદાન ગઢવીએ કહ્યું, ભાજપે ચૂંટાવા બદલ પ્રજાને રિટર્ન ગિફ્ટ આપી

વાહનની અડફેટમાં આવી જતા પતિને પણ મળ્યું મોત
ઉમરાળાના રંગોળા ગામે પતિ અનિલકુમાર જૈન અને પત્ની મોનિકાબેન વચ્ચે ઘરેલુ ઝઘડો ચાલતો હોય આ ઝઘડો એકાએ ઉગ્ર બની જતા પતિએ પત્નીને તીક્ષણા હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસવા જતો હતો ત્યારે રંગોળા નજીક અજાણ્યા વાહનની અડફેટે આવી જતા પતિનું પણ મોત નિપજ્યું હતું.

    follow whatsapp