અમદાવાદઃ ગુજરાતમાં વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ બનતી રહે છે. જેને લઈને પરીક્ષા પેપરની સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને પેપર લેવાવાની સિસ્ટમ પર નવા કાયદા ઘડવાથી લઈ તેની સિસ્ટમમાં ફેરફાર કરવાની માગ ઊઠી છે. તેવા સંજોગોમાં આપણે એ પણ જાણીએ કે આ તરફ દેશનું બજેટ જ્યારે રજૂ થતું હોય છે તે બજેટ માટે કેવી કેવી સુરક્ષા વ્યવસ્થા હોય છે કે નિયત સમય કરતાં પહેલા બજેટ ફૂટી ન જાય અને બજેટ ફૂટી જવાથી કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંસ્થા તેનો ફાયદો ન ઉઠાવે. બજેટની સુરક્ષા જોઈને આપને નિશ્ચિત જ એ પ્રશ્ન થશે કે બજેટ માટે જેટલી સુરક્ષા હોય છે તેનાથી અમુક કક્ષાની સુરક્ષા જો પેપર માટે પણ કરવામાં આવે તો સુવ્યવસ્થિત પરીક્ષા સંપન્ન થઈ શકે છે.
ADVERTISEMENT
પોલીસ જ કહી દેતી કે, ‘રેડ પડવાની છે’- ગુજરાતમાં વધુ એક જાસુસીકાંડ, 3 પોલીસકર્મી સસ્પેન્ડ
IB કેવી રીતે આપે છે સુરક્ષા
બજેટ રજૂ થતા પહેલા તેને બનાવવું પડે છે તે સામાન્ય જાણકારી છે, પણ આ બજેટ બનતા પહેલા તેની સિક્યુરિટીના પ્લાન તૈયાર થઈ જાય છે. ઈન્ટેલિજન્ટ્સ બ્યૂરોના કર્મચારીઓ અને દિલ્હી પોલીસની સતત દેખરેખ હેઠળ તેને રાખવામાં આવે છે અને તેના સાથે જોડાયેલી કોઈપણ સામાન્ય અમથી માહિતી પણ કોઈ વ્યક્તિ, સંસ્થા કે પ્રેસમાં લીક ન થાય. બજેટ બનાવવાની પ્રક્રિયામાં શામેલ અધિકારીઓ બજેટ રજૂ થયા સુધી અન્ય કોઈપણ સાથે સંપર્કમાં રહી શક્તા નથી. અહીં સુધી કે પોતાના પરિવારથી પણ તેમને સંપર્ક વિહોણું થવું પડે છે. તેમને મિનિસ્ટ્રીમાં કડક સુરક્ષાઓ વચ્ચે રાખવામાં આવતા હોય છે. તેઓને ફોન પણ બજેટ રજૂ થઈ ગયા પછી જ ઉપયોગ કરવાની મંજુરી મળે છે. આ સમયગાળો ઘણી વખત મહિનાઓ સુધીનો પણ શક્ય છે.
અગાઉ બજેટ પણ લીક થઈ ચુક્યું છે
વર્ષ 1950-51ની વાત છે જ્યારે સંસદમાં બજેટ રજૂ થાય તે પહેલા જ લીક થઈ ગયું હતું અને તેનું પ્રિન્ટિંગ તે સમયે રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું. તે વખતે નાણામંત્રીના પદ પર જોન મધાઈ હતા. હાલ બજેટ નોર્થ બ્લોક બેસમેન્ટમાં છપાય છે, પરંતુ તે વખતે બજેટ લીક થયા પછી હજુ સુધી ક્યારેય બજેટ લીક થયું નથી. અગાઉ રેલ બજેટ અલગથી રજૂ થતું હતું પરંતુ ભાજપ સરકારે વર્ષ 2016થી આ પ્રથા બંધ કરી હતી.
Vadodara ની યુવતીનો VIDEO VIRAL થયા બાદ પોલીસની કડક હાથે કાર્યવાહી
પેપરલીક અને બજેટ સુરક્ષા
બજેટને લીક થતું અટકાવવા જે પ્રમાણે સુરક્ષાને સઘન બનાવવામાં આવે છે તે પ્રમાણે ભરતીઓની પરીક્ષાને પણ સુરક્ષીત કરી શકાય છે. ભરતીની પરીક્ષાના પેપરને સુરક્ષીત કરવાની માગ ઘણી વખત ઊભી થઈ ચુકી છે. જોકે અહીં સરકારની ઈચ્છા શક્તિ કહો કે અણ આવડત તેમાં હજુ સુધી નક્કર પરિણામ મળ્યા નથી તેનું તાજુ ઉદાહરણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું તે છે. હાલની સ્થિતિએ પરીક્ષા માટે ઉમેદવારો ઘણા વર્ષો સુધી મહેનત કરતા હોય છે. ઘણા માટે મુશ્કેલી એવી થાય છે કે જ્યારે પણ પરીક્ષા રદ્દ થઈ જાય કોઈપણ કારણોસર ત્યારે તેઓની વય મર્યાદા આ પેપર આપી શકે તે મુજબની હોય છે પણ જ્યારે નવી જાહેરાત થાય ત્યાં સુધી તેઓ વયમર્યાદા વટાવી ચુક્યા હોઈ પરીક્ષામાં બેસવા અસમર્થ બની જાય છે. આવા ઉમેદવારો માટે આ મોટું નુકસાન બને છે. બીજી બાજુ જે ઉમેદવારો સક્ષમ અને ભરતી માટે ખરા લાયક હોય છે તે ઉમેદવારોની આશાઓ પર પાણી ફરે છે. આવી તો ઘણી સમસ્યાઓ છે જેના કારણે પરીક્ષાનું પેપર પણ એક સચોટ સુરક્ષા સાથે પુર્ણ થાય તેની માગ ઉઠતી આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT