અમરેલીઃ સોમવારનો દિવસ તુર્કી માટે ખુબ માઠા સમાચાર લઈને આવ્યો છે. તુર્કીમાં ભૂકંપના તિવ્ર આંચકાઓને પગલે થયેલી તારાજીમાં 2હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. જોકે તે સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સતત ભૂકંપના આંચકા અનુભવતું મીતીયાળા પણ ધ્રુજી ઉઠ્યું છે. આ ઉપરાંત આસપાસના દસ ગામોની ધરા પણ ધ્રુજી છે. સાવરકુંડલા અને ખાંભા સહિતના દસથી વધારે ગામોની ધરા ધ્રુજી ઉઠી છે.
ADVERTISEMENT
3.2ની તિવ્રતા નોંધાઈ
સોમવારે રાત્રે 9.10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મીતીયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાવરકુંડલા, બાઢડા, સૂરજ વડી, મીતીયાળા, સાકરપરામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાઓ પૈકીના ખાંભા ગીર પંથક સહિત ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલમાં આ આંચકાની તીવ્રતા 3.2ની નોંધાઈ છે જેની પુષ્ટી કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
મહિનાઓથી મીતીયાળા સહિતના આસપાસના ગામોમાં ભૂકંપ
છેલ્લા મહિનાઓથી મીતીયાળા સહિત આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે આ અગાઉ પણ સવારમાં મીતીયાળા, બાગોયા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના વાડ, વાંકિયા ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો મુજબ, અગાઉના આંચકાની તીવ્રતા છેલ્લા બે મહિનામાં સૌથી વધુ હતી. ભૂંકપને પગલે ગ્રામજનોમાં સતત ભયનો માહોલ છવાયો છે. છાછવારે આવતા આ ભૂકંપના આંચકાના પગલે જીવ બચાવવા લોકો ઘરની બહાર જ આખો દિવસ રહેવા મજબૂર બન્યા છે.
ગાંધીનગરની ટીમ અમરેલી પહોંચી હતી
નોંધનીય છે કે, થોડા સમય પહેલા ગાંધીનગર ખાતેથી સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમ સાથે મીતીયાળા ગામે તપાસ માટે પહોંચી હતી. મીતીયાળા વાસીઓ સાથે તેમણે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના નાના આંચકાઓ આવે છે. ગુજરાતમાં સૌથી વધુ ભૂકંપના આંચકાઓ કચ્છમાં આવે છે તે ઝોન 1 માં આવે છે. બીજા ઝોનમાં રાજકોટ જામનગર જેવા મહાનગરો આવે છે.
ગાંધીનગરની ટીમે ગામના લોકોને શું કહ્યુ
જ્યારે અમરેલી જિલ્લો ઝોન 3 માં આવતો હોવાનું ગાંધીનગર સિસમોલોજી સેન્ટના સાયન્ટીસ્ટ ડો. શિવમ જોશી અને ડો.વિનય દ્વિવેદીએ મિતિયાળા વાસીઓને જણાવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, નાના નાના ભૂકંપના આંચકાઓથી ગભરાવાની જરૂર નથી. રાજ્યભરમાં સિસમોલોજી સેન્ટર માટે 152 જેટલા મશીનો આખા ગુજરાતમાં મુકવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવા સાથે સમજાવટ કરી હતી કે, ભૂકંપથી ડરવાની જરૂર નથી.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા)
ADVERTISEMENT