અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી જાણીતા બનેલા અને છેલબટાઉ યુવાનોની સતત અવરજવર વચ્ચે રહેતા કેટલાક વિસ્તારોમાં ગુંડાતત્વોનો આતંક સામે સામાન્ય લોકો સાવ બેહાલ બન્યા છે. અમદાવાદનો એસજી હાઈવે હોય કે પછી સિંઘુભવન રોડ, સતત નબીરાઓના ત્રાસને કારણે ચર્ચાઓમાં રહ્યા છે. આવી જ રીતે વધુ એક ઘટના અમદાવાદના રિંગ રોડ પર બોપલ વિસ્તારમાં આવેલા એક કાફે પર ફાયરિંગની ઘટના બની છે. ‘બાપનો બગીચો’ નામના આ કાફે પર આવતા ગુંડાતત્વો દ્વારા ફાયરિંગ કરાયાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
પોલીસે મુખ્ય આરોપી સહિત 5ને ઝડપ્યા
આજે શુક્રવારની વહેલી સવારે આ ઘટના બની હતી. જેમાં દસ ગુંડાતત્વોએ અહીં હુમલો કરીને ફાયરિંગ કર્યાની પ્રારંભીક ધોરણે વિગતો મળી રહી છે. કાફેમાં તોડફોડ ઉપરાંત આગ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને જાણકારી મળતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરતા મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહિતના 5 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જોકે આ મામલે સામ સામી ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે. બોપલ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રે નાસ્તો કરવા આવ્યા પણ થયો ઝઘડો…
રાત્રીના સમયે મોડે લગભગ બે અઢી વગ્યાના અરસામાં કેટલાક ચાર યુવાનો અહીં નાસ્તો કરવા માટે આવ્યા હતા. જોકે તેમણે દારુનું સેવન કર્યું છે તેવી શંકાને આધારે તેમને કાફેમાં આવતા રોકવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટાફ સાથે માથાકુટ થઈ હતી. જે પછી થોડા કલાકો બાદ વહેલી સવારે બે કારમાં અંદાજે દસેક લોકો અહીં આવી પહોંચ્યા અને ફાયરિંગ કર્યું, તોડફોડ કરી અને આગ લગાવી તોફાન મચાવ્યું હતું. પોલીસને અહીંથી ખાલી કાર્ટિઝ પણ મળી આવી છે. પોલીસે વિશ્વનાથ રઘુવંશી સહિતના 5 શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે.
ADVERTISEMENT