અમદાવાદના કરોડપતિ બિઝનેસમેનનું થયું હનીટ્રેપઃ યુવતીએ નગ્ન થઈને કર્યો 3 કરોડનો તોડ

અમદાવાદઃ હનીટ્રેપની અઢળક ઘટનાઓ હાલમાં બની રહી છે ત્યારે લગભગ ગુજરાતની દરેક જિલ્લા પોલીસ તંત્ર લોકોને સાયબર ફ્રોડ અને આવી ઘટનાઓને લઈને સમજાવી સમજાવીને થાક્યું…

gujarattak
follow google news

અમદાવાદઃ હનીટ્રેપની અઢળક ઘટનાઓ હાલમાં બની રહી છે ત્યારે લગભગ ગુજરાતની દરેક જિલ્લા પોલીસ તંત્ર લોકોને સાયબર ફ્રોડ અને આવી ઘટનાઓને લઈને સમજાવી સમજાવીને થાક્યું પરંતુ છતા આવી ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. લોકો થોડા સમયની મજામાં જીવનની મોટી મૂળી ગુમાવી દેતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અને ધંધાનો પ્રખર ખેલાડી તેમાં ભેરવાયો છે. અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિઓમાં ગણના પામતા આ બિઝનેસમેન સાથે વર્ચ્યૂઅલ સેક્સ કરવાના વીડિયો કોલથી 3 કરોડનો તોડ થઈ ગયો છે. જંગી રકમનો તોડ કરવા આ ટોળકીઓ તે ઉદ્યોગપતિ સામે તેમના જ વર્ચ્યૂઅલ સેક્સના વીડિયોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ સિનિયર સિટીઝન જેટલી ઉંમર ધરાવતા આ બિઝનેસમેને પહેલા તો તેમની વાતો માનીને 3 કરોડ આપી પણ દીધા છે પરંતુ હવે તેઓ આ ગેંગથી કંટાળ્યા છે અને પોલીસ ફરિયાદ કરી છે.

ગુજરાતઃ એકાંતમાં પ્રણયલીલા કરતા કપલ્સ સાવધાન! ‘ગુફ્તગુ ગેંગ’ને કાયદાનો પાઠ

ફ્રેન્ડશિપ ડેના બીજા જ દિવસે રાત્રે આવ્યો મેસેજ
અમદાવાદના ધનીક વિસ્તારોમાં આવતા નવરંગપુરા વિસ્તારમાં રહેતા 68 વર્ષની ઉંમર ધરાવતા આ ઉદ્યોગપતિને ગત આઠમી ઓગસ્ટ 2022ની રાત્રે એટલે કે ફ્રેન્ડશીપ ડેના બીજા જ દિવસની રાત્રે વ્હોટસએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં એક યુવતી દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. તેમણે તે મેસેજનો રિપ્લાય આપ્યો ત્યાંથી કહાની શરૂ થઈ. યુવતીએ પોતે મોરબીની હોવાનું કહ્યું અને પછી કહ્યું કે વીડિયો કોલ કરીએ. પછી વીડિયો કોલ આવતા યુવતીએ ઉદ્યોગપતિને કહ્યું કે વર્ચ્યૂઅલ સેક્સ કરીએ અને પોતાના કપડા કાઢી દીધા. જોકે ઉદ્યોગપતિએ તેવું કરવાની ના પાડી, પણ યુવતીએ ભોળી વાતોથી તેમને ભોળવી નાખ્યા. આ કોલ એકાદ મીનિટ સુધી ચાલ્યો પરંતુ પછી તે કોલ કટ થઈ ગયો હતો. જે પછી તેમને આ જ વીડિયો કોલના રેકોર્ડિંગને લઈને બ્લેકમેઈલ કરવામાં આવવા લાગ્યા.

ગુજરાતીઓ ઉત્તરાયણ પહેલા આ નંબર સેવ કરી લોઃ અબોલ જીવોને બચાવવામાં કરી શકો છો મદદ

પરિવાર આખી વાતથી અજાણ અને રૂપિયા ખંખેરાતા ગયા
આ ઉદ્યોગપતિ કરોડોનું ટર્નઓવર કરતી કંપનનીના માલિક છે અને પોતાની પત્ની સાથે નવરંગપુરામાં રહે છે. આટલા અનુભવી ધંધાદારી અને છતા તેઓ આ જાળમાં ફસાઈ ગયા હતા. આ ટોળકી તેમની પાસેથી ક્યારેક પોલીસ ઈન્સપેક્ટરના નામેથી, ક્યારેક સીબીઆઈ તો ક્યારેક સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપીને સતત રૂપિયા પડાવવા લાગી હતી. તેમણે અત્યાર સુધી અંદાજીત 2.68 કરોડ જેટલી જંગી રકમ તેમને ચુકવી દીધી હોવા છતા રૂપિયાની માગણી સતત વધી રહી હતી. પરિવાર તો આ આખી વાતથી સાવ અજાણ હતો. હવે તેમણે ગેંગની માગણીઓથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે. સાયબર ક્રાઈમ દ્વારા આ ઘટનામાં ફરિયાદ નોંધી હવે તે શખ્સો અને તે ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

    follow whatsapp