કલોલના 2002 રમખાણકાંડના 18 વર્ષ પછી 22 આરોપીઓ નિર્દોષ છૂટ્યા

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ૧૮ વર્ષ, પાંચ મહિના કોર્ટ ટ્રાયલના ચૂકાદા દરમ્યાન ૨૨ આરોપીઓ પૈકી ૮ આરોપીઓનું નિધન થયું અને હાલ ૧૪ આરોપીઓ જીવીત છે ત્યારે સેશન્સ…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ૧૮ વર્ષ, પાંચ મહિના કોર્ટ ટ્રાયલના ચૂકાદા દરમ્યાન ૨૨ આરોપીઓ પૈકી ૮ આરોપીઓનું નિધન થયું અને હાલ ૧૪ આરોપીઓ જીવીત છે ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ આરોપીઓને નિર્દોષ હોવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ૨૦૦૨ દરમ્યાન ફાટી નીકળેલા કોમી રમખાણોના અનેક કિસ્સાઓ પૈકી કાલોલ તાલુકાના દેલોલ ગામનો હુલ્લડકાંડ પણ જાણીતો હતો. જે કાંડના ૨૨ આરોપીઓ અંગે સેશન્સ કોર્ટમાં ૧૮ વર્ષ સુધી ચાલેલી ન્યાયિક લડતને અંતે મંગળવારે તમામ ૨૨ આરોપીઓ નિર્દોષ હોવાનો ચુકાદો જાહેર થતાં આરોપીઓના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રચાયો ઈતિહાસ! ‘નાટૂ નાટૂ’ની ઓસ્કરમાં થઈ એન્ટ્રી, ખુશીથી ઝુમી RRR ટીમ

શું બન્યું હતું તે દિવસે?
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનાર ગોધરા ખાતે સર્જાયેલી સાબરમતી ટ્રેનને સળગાવવાની ગોઝારી ઘટનાને પગલે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૦૨ના સમયમાં ગુજરાતમાં દાવાનળની જેમ ફાટી નીકળેલાં કોમી રમખાણોના વૈમનસ્યતા ભરેલી આગના તણખા કાલોલ તાલુકાના દેલોલ વિસ્તારમાં પણ ઉડ્યા હતા. તત્કાલીન સમયે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેલોલ ગામમાં ફાટી નીકળેલા રમખાણમાં દેલોલ વિસ્તારમાં રહેતા કેટલાક લઘુમતી કોમની ૧૭ જેટલી વ્યક્તિઓ ગુમ હોવા અંગે સો દોઢસો વ્યક્તિઓના ટોળા મારક હથિયારો સાથે ધસી આવી માર મારીને સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપોને આધારે તત્કાલીન સમયે દેલોલ-રામનાથ ગામના ૨૦ નામજોગ આરોપીઓ અને ૧૦૦-૧૫૦ વ્યક્તિઓના ટોળા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પાછલા ૨૧ વર્ષો સુધી ચાલેલી ન્યાયિક લડત, ન્યાયિક તપાસ, પુરાવાઓની ચકાસણી અને કેસની લડત લડતા વકિલોની તાર્કિક દલીલોને ગ્રાહ્ય રાખીને તારીખ ૨૪/૦૧/૨૦૨૩ ને મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના દેલોલ ગામના ૨૦૦૨મા ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણના કેસ‌ અંગે હાલોલ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ ફાસ્ટેક કોર્ટના જજે ચુકાદો આપતા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

ગુજરાતના આ વિભાગમાંથી પકડાયા સૌથી વધારે લાંચિયાઓ, જાણો કયા ડિપાર્ટમેન્ટમાં લાલચુઓ વધુ

પાછલા ૨૧ વર્ષની વિટંબણાઓ અને ૧૮ વર્ષ ૫ મહિના અને ૧૮ દિવસના કોર્ટ ટ્રાયલમાં નિર્દોષ જાહેર થયેલા આરોપીઓ નીચે મુજબ છે 
(૧) મુકેશભાઈ રાઠોડ
(૨) જોગાભાઇ લુહાર (મરણ)
(૩) બુધાભાઈ કેશરીસિંહ રાઠોડ (મરણ)
(૪) ઝાલા તલાટી (મરણ)
(૫) અશોકભાઈ સી પટેલ
(૬) દિલીપભાઈ ભટ્ટ
(૭) નીરવકુમાર જી પટેલ
(૮) અક્ષય શાહ
(૯) પ્રદીપભાઈ ગોહિલ (મરણ)
(૧૦) દિલીપભાઈ ગોહિલ
(૧૧) કિરીટભાઈ જોશી
(૧૨) જીતેન્દ્રભાઈ શાહ (મરણ)
(૧૩) કિલ્લોભાઈ જાની
(૧૪) નસીબદાર બી રાઠોડ
(૧૫) અલ્કેશ મુખયાજી
(૧૬) એસ કુમાર (મરણ)
(૧૭) પ્રકાશભાઈ શાહ (મરણ)
(૧૮) નરેન્દભાઈ કાછીયા
(૧૯) જેણાભાઇ રાઠોડ
(૨૦) સુરેશભાઈ પટેલ
(૨૧) યોગેશભાઈ પટેલ
(૨૨) ડાહ્યાભાઈ પટેલ (મરણ)

વકીલને કહ્યું થેન્ક યુ
દેલોલ કાંડમાં નિર્દોષ જાહેર થયેલા આરોપીઓ પૈકી હાલ જીવીત આરોપીઓએ રાહતનો શ્વાસ અનુભવી આનંદની લાગણી પ્રગટ કરી હતી, જેમને સૌએ મળીને પાછલા ૧૮ વર્ષથી તેમની ન્યાયિક લડત લડતા વકિલ ગોપાલસિંહ સોંલકી અને વિજયભાઈ પાઠકની ટીમની લડત અને મહેનત અંગે આભારભાવ પ્રગટ કર્યો હતો.

    follow whatsapp