ચીફ ઓફીસરની બદલી સમાધાન નથી, CM ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને કેવા કામ કરવા કહ્યું

ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુરુવારે બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓના પદાધિકારીઓ, ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ યોજાઈ હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે ગુરુવારે બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓના પદાધિકારીઓ, ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્કલેવ યોજાઈ હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવાશે. નગરપાલિકાઓએ વેરા વસુલાત કરવી પડશે ન ભરો એમ ન ચાલે, ચીફ ઓફીસરની બદલી માટે તો રોજ કોઈને કોઈ ઓફીસે આવે છે. કહે છે કે અમારા ચીફ ઓફીસર બરાબર નથી કામ નથી કરતા. તો તેવા ઓફિસરને બદલીને પણ ફાયદો નથી કારણ કે જ્યાં જશે ત્યાં પણ એવું જ કરશે. બદલી સમાધાન નથી.

નગરપાલિકાઓ અંગે કરે મહત્વપૂર્ણ જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓ પોતાના નગરના વિકાસ માટે વધારાના નાણાં આયોજન-નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રશસ્ય અભિગમ જોવા મળ્યો હતો. મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાઈ બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓના પદાધિકારી-ચીફ ઓફિસર્સની સિટી લિડર્સ કોન્ક્લેવ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ આયોજિત સિટી લીડર્સ કોન્ક્લેવમાં આ જાહેરાત કરી હતી.

રિવાબા અને દિવ્યેશ અકબરીએ લોકો પાસે ભરાવ્યા આવા ફોર્મ, જાણો શું નવું લાવ્યા

નગરો સાફસુથરા રાખે- ભુપેન્દ્ર પટેલ
રાજ્યની બ, ક અ ડ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખો, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષો અને ચીફ ઓફિસર્સની આ કોન્ક્લેવમાં નગરોમાં સ્વચ્છતા-સફાઈ, પાણી-વીજળી-ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે થયેલી કામગીરી અને બેસ્ટ પ્રેક્ટિસિસનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ કોન્ક્લેવમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓ પણ વિકાસકામોની તેજ રફતારથી એ ભરોસા-વિશ્વાસને વધુ આગળ ધપાવે તેવું આહવાન તેમણે કર્યું હતું. તેમણે કહ્યું કે, હવે સ્વચ્છતા છેક છેવાડાના સ્તર સુધી સૌનો સહજ સ્વભાવ બની ગઈ છે. સ્વચ્છતા હવે જનઆંદોલન બની છે, ત્યારે નગરપાલિકાઓ પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સુઘડતા-સફાઈથી નગરો સાફસુથરા રાખે. નગરપાલિકાઓના વિકાસકામો નાણાના અભાવે અટકે નહીં તેવું સુદ્રઢ નાણા વ્યવસ્થાપન અને નવી વ્યવસ્થાઓ વિકસાવવામાં રાજ્ય સરકાર નગરપાલિકાઓ સાથે છે.

સરકાર સાથે મળી ત્વરાએ નગરપાલિકાઓ નિરાકરણ લાવે
તેમણે નગરોમાં રોજબરોજના પ્રશ્નોનું નગરપાલિકા અને રાજ્ય સરકાર સાથે મળીને ત્વરાએ નિરાકરણ લાવવાની પણ આ કોન્ક્લેવમાં હિમાયત કરી હતી. શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના સચિવ રાકેશ શંકરે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧.૫૭ લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ) એવોર્ડ અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૭ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તેમ પણ સચિવે ઉમેર્યું હતું.

રાઘવજી પટેલ બાદ મુળુભાઈ બેરા આવ્યા એકશન મોડમાં, GTCL કચેરીની લીધી ઓચિંતી મુલાકાત 

વિશ્લેષણ દર્શાવતું પ્રેઝન્ટેશન
સચિવ રાકેશ શંકરે અફોર્ડબલ હાઉસિંગ અને ઘન કચરાના નિકાલના વ્યવસ્થાપન સંદર્ભે વધુ માહિતી આપી હતી. મ્યુનિસિપાલિટી એડમીનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનિવાલે રાજયની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગે હાલની પરિસ્થિતિનું વિશ્લેષણ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પરિસંવાદમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર્સ દ્વારા વિવિધ નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ, વેસ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ, વેસ્ટ ટુ એનર્જી, વીજળી બચત, વેસ્ટ વોટર મેનેજમેન્ટ તથા સ્પોર્ટ્સ સંકુલ જેવી થયેલ વિકાસલક્ષી કામગીરી તથા નગરપાલિકાઓ સમક્ષ ઉપલબ્ધ તક અને પડકારો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન (અર્બન) ડાયરેક્ટર એસ. કે. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.

    follow whatsapp