નીતિન ગોહિલ.ભાવનગરઃ મહુવામાં હાલમાં જ એક સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ સમુહ લગ્નમાં એક લગ્ન એવા હતા જે પોલીસ અને કાયદાને બીલકુલ મંજુર ન હતા. સ્વાભાવીક રીતે વરરાજા જાન લઈને આવે પરંતુ અહીં કાયદાનું ઉલ્લંઘન થતું હોઈ પોલીસ જ જાન લઈને આવી અને લગ્ન અટકાવી લીધા હતા.
ADVERTISEMENT
જુનિયર ક્લાર્ક મુદ્દે મોટો ઘટસ્ફોટ, એક યુવતીનું 13 દિવસ બાદ નિપજ્યું મોત
સમુહ લગ્નમાં એવું તો શું હતું જે પોલીસ આવી?
થયું એવું કે, બાળ લગ્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં ગ્રામ્ય પંથકોમાં હજુ પણ આ પ્રથા ચાલતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નમાં એક સગીર વયની દીકરીને 18 વર્ષના યુવાન સાથે પરણાવવાનું શરૂ હતું, ત્યારે આ માહિતી અભયમની ટીમને મળતા અભયમની ટીમ પોલીસ કાફલા સાથે સમુહ લગ્નના આયોજનમાં પહોંચી હતી. તેમણે સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ બાળ લગ્ન થતાં અટકાવી દીધા હતા. સ્થળ પરથી સમૂહ લગ્નના મંડપો પણ હટાવી દીધા હતા. આમ અભયમ ૧૮૧ ની ટીમે વધુ એક બાળ લગ્ન થતાં અટકાવી દીધા હતા.
ટાટ પાસ ઉમેદવારોની વય મર્યાદા પૂરી થવા જઈ રહી છે હવે તો ભરતી કરો સરકાર !શિક્ષણમંત્રીને કેટલી રજૂઆત કરીએ ?
લગ્નનો મંડપ પણ હટાવી લેવાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મહુવામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ૧૭ વર્ષની દીકરી જેના ૧૮ વર્ષ પૂરા નથી તેના લગ્ન થવાના છે તેવી જાણ ૧૮૧ અભયમમાં કરવામાં આવી હતી. ૧૮૧ ટીમ અને મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે સમૂહ લગ્નમાં ૧૭ લગ્નનું આયોજન કરેલું હતું. એક દીકરી જેના ૧૮ વર્ષ પૂરા નથી જેની જાણ થતાં રાત્રિના લગ્ન હોય, લગ્ન થાય તે પહેલા જ મહુવા પોલીસ અને ૧૮૧ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમ દીકરી પક્ષેના માતા પિતા અને દીકરા સામે પક્ષના માતા પિતાને લગ્ન માટે જાન લઈને આવવાની આયોજક દ્વારા ના પાડવામાં આવી હતી. લગ્ન માટે ઉંમર પૂરી નથી જેથી લગ્ન બંધ રાખવામાં આવ્યા હતા. ૧૮૧ ટીમ પાલિતાણા અને મહુવા પોલીસ સ્ટાફ દ્વારા ત્યાંના આયોજકને સમજાવી લગ્નનો મંડપ પણ હટવામાં આવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT