અપ્રમાણસરની મિલકતઃ ગાંધીધામમાં CGSTના આસી. કમિશનર અને તેની પત્નીને ત્યાં CBIની કાર્યવાહી, 42 લાખ જપ્ત

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે ગાંધીધામમાં રૂ. 3.7 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)ના એક આસિસ્ટન્ટ…

gujarattak
follow google news

અમદાવાદઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે ગાંધીધામમાં રૂ. 3.7 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવા બદલ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)ના એક આસિસ્ટન્ટ કમિશનર અને તેમની પત્ની સામે ગુનો નોંધ્યો હતો.

સોમનાથ મંદિર અંગે અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાના રશિદી સામે FIR, ટ્રસ્ટે ફરિયાદમાં શું કહ્યું?

એજન્સીએ મહેશ ચૌધરી અને તેની પત્નીના પરિસરમાંથી રૂ. 42 લાખ રોકડા જપ્ત કર્યા હતા કારણ કે તેઓ કથિત રીતે તેમની સત્તાવાર કમાણી કરતાં 74 ટકા વધુ સંપત્તિ ધરાવે છે. સીબીઆઈએ દંપતીના કબજામાંથી લગભગ 42 લાખ રૂપિયા રોકડા, વિદેશી ચલણ, ઘરેણાં, મોંઘી ઘડિયાળો અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

વડોદરામાં વૈભવી BMW કારમાં લાગી આગઃ જોત જોતામાં ખાખ- Video

CBIએ સત્તાવાર જાહેરાતમાં શું કહ્યું…
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનએ સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે, “એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ 2017 થી 2021 ની વચ્ચે જંગી રોકડ, બેંક બેલેન્સ, જંગમ અને સ્થાવર મિલકતોના રૂપમાં તેમના અને પરિવારના સભ્યોના નામે અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. જે આશરે અપ્રમાણસરની 3,71,12,499/- (અંદાજે 74 ટકા DA),”

NSA અજીત ડોભાલે રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત , જાણો શું થઈ ચર્ચા?

કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશેઃ સીબીઆઈ
ગુરુવારે ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગતરોજ બુધવારે દંપતી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જે મામલામાં ગુરુવારે તેમના વિવિધ સ્થળો પર દરોડા કરવામાં આવ્યા હતા.એજન્સીએ જણાવ્યું હતું કે આ સર્ચ ઓપરેશન હજુ પણ આગળ ચાલતું રહેશે.

Breaking: ગોધરા-અમદાવાદ રોડ પરના સ્ક્રેપ વાહનોમાં અચાનક લાગી ભીષણ આગ- Video

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp