ભાવનગરનો એવો વિસ્તાર જ્યાં કોઈ રહેતું નથી, દરિયાના વચ્ચે છે આકર્ષક ટાપુ

ભાવનગરઃ ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ઘણા છે, ગુજરાતમાં જોવા લાયક સ્થળો પણ ઘણા છે. પરંતુ આજે આપણે તે સ્થળોની વાત નથી કરવી આજે આપણે વાત…

gujarattak
follow google news

ભાવનગરઃ ગુજરાતમાં ફરવા લાયક સ્થળો ઘણા છે, ગુજરાતમાં જોવા લાયક સ્થળો પણ ઘણા છે. પરંતુ આજે આપણે તે સ્થળોની વાત નથી કરવી આજે આપણે વાત કરવી છે ભાવનગરની એવી જગ્યાની જ્યાં કોઈ રહેતું નથી. જોવા લાયક સ્થળોમાં તેને પણ ગણી શકાય કારણ તેની સુંદરતા જ એવી છે. ઘોઘાથી 6 કિલોમીટરના અંતરે ખંભાતના અખાતમાં આવેલું પરીમબેટ ફરવાનું ઉત્તમ સ્થાન બની શકે છે. પરીમ બેટની આમ તો માલિકી સ્વ. સિદ્ધરાજસિંહ રાઓલની છે. પરીમબેટમાં પણ તમે ફરી શકો છો. જોકે અહીં પહોંચવા માટે ભરતી અને ઓટ પર પણ આધાર રાખવો પડે છે અને આધાર રાખવો પડે છે મશીન વાળી બોટનો પણ. લગભગ એકાદ કલાકની મુસાફરી હશે.

ગુજરાતના કચ્છમાં ધરતીકંપ, ભૂકંપની તિવ્રતા 3.1 નોંધાઈ, લોકો ભયભીત

ટાપુ પર માનવ વસાહત નહીં
ટાપુ પર જુની મૂર્તિઓ છે અને કેટલીક નાશ પામેલી પ્રજાતિઓના અવશેષો છે. પરીમબેટને ભાવનગરમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજધાની પણ બનાવી હતી. અહીં અંગ્રેજોએ પણ આ સ્થળનો ઉપયોગ ઉંચી દીવાદાંડી બનાવવા કર્યો હતો. જોકે આ ટાપુ પર માનવ વસાહત નથી.

ભોજન-પાણી સાથે લેવું જરૂરી
અહીં મશીન વાળી હોળીની મદદથી એકાદ કલાકની મુસાફરી સાથે ટાપુ સુધી પહોંચી જવાય છે. જોકે તેના માટે ભરતી અને ઓટનો પણ આધાર લેવો પડે છે. આ ટાપુ ત્રણ કિલો મીટર લાંબો અને 1 કિલોમીટર પહોળો છે. જે લગભગ સમુદ્રની અંદર દસેક કિલોમીટર અંદર છે. અહીં ફક્ત લાઈટ હાઉસના કર્મચારીઓ ફરજ બજાવે છે. અહીં પીવાનું પાણી પણ સાથે જ લઈને જવું પડે છે અને જમવાનું પણ. કારણ કે અહીં જે રીતે નિર્જન વિસ્તાર છે તે રીતે પ્રવાસીઓએ તે બાબતને ધ્યાને લેવું જોઈએ.

    follow whatsapp