નરેન્દ્ર પેપરવાલા.ભરુચઃ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આજે એક ગંભીર ઘટના બનતા બનતા રહી ગઈ છે જોકે સ્થિતિ છતાં પણ ગંભીર કહી શકાય તેવી છે. ભરૂચના નેત્રંગમાં આજે શુક્રવારે ચાલુ શાળાએ જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ શાળાની છતનો સ્લેબ તૂટી પડતા 8 બાળકીઓને ઈજાઓ થઈ હતી. ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પુત્રીના અપહરણની ખોટી સ્ટોરી ઘડી કાઢનારા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સસ્પેન્ડ
સ્લેબ તૂટતા નાસભાગ થઈ અને બાળકો ઈજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે. મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 1964માં સ્થપના કરાઈ હતી. શાળા 59 વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ છે. શુક્રવારે ધોરણ 10ની વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જર્જરિત છતમાંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં આઠ જેટલી વિદ્યાર્થીનીઓને ઈજાઓ પહોંચતા તેઓને ખાનગી વાહનમાં નેત્રંગની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ત્રણ વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા થતા સ્થાનિક આગેવાનો અને વાલીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT