ભરૂચઃ ભાજપ અગ્રણી સહિત 11એ રાષ્ટ્રગીતનું અપમાન કરતો Video બનાવ્યો, કાર્યવાહી શરૂ

ભરુચઃ ભરૂચનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવાનો ખુરશીમાં બેઠા બેઠા કે હસ્તા હસ્તા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. લગ્ન…

gujarattak
follow google news

ભરુચઃ ભરૂચનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવાનો ખુરશીમાં બેઠા બેઠા કે હસ્તા હસ્તા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગનો આ વીડિયો જોઈ દેશને પ્રેમ કરતા કોઈ પણનું લોહી ઉકળી જાય. જોકે આ મામલામાં ચોંકાવનારી એ પણ હકીકતો સામે આવી રહી છે કે આ વીડિયોમાં એક વ્યક્તિ કે જે તસવીરમાં ડાબેથી ત્રીજા નંબર પર છે તે ભાજપના લઘુમતિ મોરચાનો અગ્રણી ઈમરાન ખંજરા છે. આ મામલે પોલીસે અરજીને આધારે કાર્યવાહી શરૂ કરી છે. આ વીડિયો ગુજરાત તક પાસે છે પરંતુ રાષ્ટ્રગીતના સમ્માનને ધ્યાને લઈને આ વીડિયો અહીં દર્શાવાયો નથી.

ઓક્શનમાં મંધાના સૌથી મોંઘી ખેલાડી, જાણો કઇ ટીમે કઇ ખેલાડીને ખરીદી

વીડિયો FSLની તપાસમાં
રાષ્ટ્રગીતના અપમાનના મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે હાલ જાણવાજોગ નોંધ દાખલ કરીને તપાસ શરૂ કરી છે સાથે જ વાયરલ વીડિયોને ફોરેન્સીક તપાસ માટે મોકલ્યો છે. ભરૂચના કેટાલક યુવાનો સામે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે મોબાઈલ પણ જપ્ત કરી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં બે વ્યક્તિ ભાજપ સાથે જોડાયેલા હોવાની વિગતો મળી રહી છે.

હર્ષ સંઘવીના શહેરમાં ગુનેગારો બેખોફ, નગ્ન તલવાર સાથે ખુલ્લેઆમ સાથે ફરતા શખ્સે જુઓ શું કર્યું ?

યુવાનો સામે કાર્યવાહીની માગ
બન્યું એવું કે, ભરૂચનો એક વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં ભરૂચના ભાજપના લઘુમતિ મોરચાના અગ્રણી ઈમરાન ખંજરા દેખાય છે. સાથે જ આ વીડિયોમાં રાષ્ટ્રગીત સંભળાઈ રહ્યું છે. આ યુવકો દ્વારા લગ્ન પ્રસંગમાં આ વીડિયો બનાવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં રાષ્ટ્રગીત તો સંભાળાઈ જ રહ્યું છે પરંતુ તે સાથે યુવાનો અટહાસ્ય કરતાં અને ખુરશી પર બેસીને રાષ્ટ્રગીત કરતા જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં વીડિયોનું સત્ય સામે આવ્યા પછી કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી લોક લાગણી ઊભી થઈ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp