બનાસકાંઠાઃ થરાદમાં ભોરોલ ગામ પાસે આજે શુક્રવારે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની ગઈ હતી. હમણાં જ ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ હતી જ્યારે ભર શિયાળે માવઠું પડ્યું હતું. ત્યારે હાલ ભોરોલ ગામની નજીકથી જતી કેનાલમાં આજે 20 ફૂટનું ગાબડું પડી ગયું છે.
ADVERTISEMENT
આણંદમાં ઝડપાયું ડુપ્લીકેટ સર્ટિથી વિદેશ મોકલવાનું કૌભાંડઃ કોણ ઝડપાયું? કોની શોધખોળ?
રાયડો, જીરુ જેવા પાક પર પાણી ફરી વળ્યા
બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા ભોરોલ ગામ નનજીકથી જતી ભોરોલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલની મેઢાળા માઈનોરમાં 20 ફૂટનું ગાબડું પડી ગયું હતું. કેનાલમાં ગાબડું પડી જવાથી લગભગ અહીંની 15 એકર જમીન પર પાણી ફરી વળ્યું હતું. આ જમીનમાં જીરું, રાયડો અને એરંડાનો પાક ખેડૂતોએ વાવ્યો હતો. જોકે ખેડૂતોના ઊભા પાકમાં અચાનક પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઈ નુકસાન વેઠવાની સ્થિતિ આવી ગઈ છે. કેનાલની આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોના પાક પર પાણી ફરવાની આ એક વધુ ઘટના સામે આવી છે.
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT