અરવલ્લીઃ અરવલ્લીમાં વાત્રક ડેમ નજીકના ડુંગર પર આવેલું ભે માતાનું મંદિર તોડી પાડવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ મંદિર અહીં નજીકના 20 ગામોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર હતું. જોકે હવે તેનું અસ્તિત્વ રહેશે નહીં. આ કારણે ગામના લોકોએ ઘણી નારાજગી દર્શાવી. હળતાળ પર બેસવાની ચીમકી પણ આપી છે પરંતુ તંત્ર હાલ કોઈનો અવાજ સાંભળવાના મુડમાં લાગતું નથી.
ADVERTISEMENT
મંદિર તોડ્યાનો વન વિભાગ પર આરોપ
અરવલ્લીના માલપુર ખાતે મગોડીમાં એક મંદિર તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી થઈ છે. આ મંદિર માલપુર વન વિભાગ દ્વારા તોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. લગભગ આસપાસના 20 ગામો માટે આ ભે માતાનું મદિર આસ્થાના કેન્દ્ર સમાન હતું. વાત્રક ડેમ નજીકના ડુંગર પર આવેલું આ મંદિર માલપુર વન વિભાગે તોડ્યું હોવાનું લોકો કહી રહ્યા છે. મંદિર પોડી પાડવામાં આવતા ગામમાં રહેતા ભક્તોએ તુરંત વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ ભુખ હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT