હેતાલી શાહ.આણંદઃ તારાપુરના જીચકા ગોરાડ રોડ ઉપર આવેલ ખેતરમાં ડાંગર રોપવા માટે જઈ રહેલ શ્રમજીવીઓનું ટ્રેક્ટર ગામના બસ સ્ટેન્ડ નજીક કાસમા પલટી મારી જતા ત્રણ શ્રમજીવીઓના મોત નીપજ્યા. ટ્રેકટરમાં કુલ 14 લોકો સવાલ હતા. આ ઘટનામાં 11નો આબાદ બચાવ થયો જ્યારે 3 ના મોત નિપજ્યા છે. મૃતક ત્રણેય પંચમહાલથી મજૂરી કામ માટે જીચકા ગામે આવ્યા હતા. આ મામલે તારાપુર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરઃ નજીવી બાબતે પિતા-પુત્ર અને પુત્રવધુને જાહેરમાં રહેંસી નાખ્યા
અકસ્માત બાદ ચાલક ફરાર
આણંદ જિલ્લાના તારાપુરના જીચકા મોટી ખડકી ખાતે રહેતા અજીતભાઈ કેશવભાઈ પટેલના ખેતરમાં ડાંગર રોપણી કરવાની હોય તેઓએ તેમના મિત્ર નરેન્દ્ર ફુલાભાઈ પટેલના મજૂરોને ડાંગર રોપવા માટે રાખ્યા હતા. હાલમાં ચરોતરના ખેતરમાં ઉનાળુ ડાંગર રોપણી શરૂ કરવામાં આવી રહી છે. મોટાભાગે ડાંગર રોપવા માટે શ્રમજીવીઓ પંચમહાલથી આવે છે. અજીતભાઈએ ગામના જ લાલજીભાઈ ભીખાભાઈનું ટ્રેક્ટર લઈ તેમાં તેમનું ટ્રેલર જોડી 14 જેટલા મજૂરોને ખેતરમાં જવા માટે મોકલ્યા હતા. દરમિયાન આ ટ્રેક્ટર ગામના બસ સ્ટેન્ડ નજીક વડ તળાવ પાસેથી પસાર થઈ રહ્યું હતું. જેમાં ટ્રેકટરના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેકટર પાણીના કાંસમાં પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતા અજીતભાઈ સ્થળ ઉપર દોડી આવ્યા અને અન્ય ટ્રેક્ટરની મદદથી પલટી ખાઈ ગયેલા ટ્રેલર તથા ટ્રેક્ટરને ઊભું કર્યું હતું. જેની નીચેથી એક 15 થી 17 વર્ષની દીકરી, એક 22 થી 25 વર્ષનો યુવક તેમજ 40 થી 45 વર્ષના આશરાના એક આધેડ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે તમામને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં અકસ્માત થતા જ ટ્રેકટરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ડ્રાઈવર પણ શ્રમજીવી જ હતો અને તે પણ ડાંગર રોપણીના કામ માટે જ બધાની જોડે આવ્યો હતો.
જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે ક્યારે યોજાશે? પંચાયત સેવા મંડળના અધ્યક્ષ બનતા જ હસમુખ પટેલે કરી જાહેરાત
મૃતકોના નામ…
આ ઘટનામાં મૃત્યુ પામેલ શ્રમજીવીઓ રમેશભાઈ પુનાભાઈ ડામોર, ધર્મેશભાઈ હિંમતભાઈ સુરસિંગ ભુરીયા તથા સોનલબેન મુકેશભાઈ હતા. આ ઘટનામાં અજીતભાઈએ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરના ચાલક કમલેશભાઈ દેવાભાઈ મકવાણા સામે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT