પેપર ફોડ કાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર એટલો ડરી ગયો કે, હવન કરી પુણ્ય કમાવા માગતો હતો

ઉદેપુરઃ સરકારી પરીક્ષાઓની જાહેરાત, પરીક્ષા, પરિણામ અને નોકરીનો પહેલો દિવસ કેવો હશે તે સપનાઓ દેશના એક બે નહીં પણ કરોડો યુવાનો આ સપનાઓ સાથે રોજ…

gujarattak
follow google news

ઉદેપુરઃ સરકારી પરીક્ષાઓની જાહેરાત, પરીક્ષા, પરિણામ અને નોકરીનો પહેલો દિવસ કેવો હશે તે સપનાઓ દેશના એક બે નહીં પણ કરોડો યુવાનો આ સપનાઓ સાથે રોજ પોતાનો દિવસ શરુ કરે છે, મહેનત કરે છે અને અંતે જ્યારે ખબર પડે કે પેપર ફૂટી ગયું છે, પરીક્ષા રદ્દ થઈ, હવે ક્યારે યોજાશે ખબર નહીં, ત્યારે આ યુવાનોનું દુખ તેમના આંસુ વ્યક્ત કરતા હોય છે. જોકે આવા કરોડો સપનાઓની જેને કોઈ પડી નથી, પડી છે તો ફક્ત ધનકુબેર બનવા શોર્ટકટથી પેપર ફોડી કમાણી કરવાની. જોકે કાંડ કરતા કરી નખાય છે પણ પછી કેવો ભય લાગે છે તે પેપર લીકનો એક્કો ગણાતો ભેપેન્દ્ર સારણ સારી રીતે જાણે છે. પોતાની પાસે આલીશાન ઘર છે, છતા છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડી લેશે તેના ડરથી ભાગતો હતો. આખરે પકડાઈ ગયો છે.

SURAT માં 7 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર રાક્ષસને ફાંસીની સજા

અઠવાડિયાથી તાકમાં હતી પોલીસની ટીમ
શિક્ષક ભરતીના પેપર ફોડવામાં મુખ્ય ભૂમિકા ભજવવાનારો ભૂપેન્દ્ર સારણ અમદાવાદથી બેંગલુરુ, રાજસ્થાન વગેરે ઘણા સ્થાનો પર ભાગતો ફરતો હતો. પોલીસનો તેનામાં એટલો ભય બેસી ગયો હતો કે તે બેંગલુરુમાં હવન પણ કરાવવાનો હતો. તે જ્યારે પોલીસના હાથે લાગ્યો ત્યારે તેની પાસેથી હવનની સામગ્રી મળી આવી હતી. તે હવનનો સામન જોધપુરથી બેંગલુરુ સુધી ટ્રેનમાં મગાવ્યો હતો. જેની જાણ પોલીસને થઈ ગઈ હતી. પોલીસે આ જ સામગ્રીને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને સતત સામાન પર નજર રાખી હતી. આખરે પરીણામ સ્વરૂપ પહેલાથી જ બેંગલુરુમાં તૈનાત ટીમ કે જે અહીં એક અઠવાડિયાથી તાકમાં હતી તે ટીમે ભૂપેન્દ્રને ઝડપી પાડ્યો હતો.

‘આ દિશાહિન અને મોંઘવારી વધારનારું બજેટ છે’, ઈસુદાન ગઢવીએ બજેટનું વિશ્લેષણ કરીનું શું કહ્યું?

હવે સુરેશ ઢાકાની શોધખોળ
ભૂપેન્દ્રએ જોધપુરથી હવન માટે ઘી, સહિતનો સામાન મગાવ્યો હતો. તેના ટ્રેન નંબરથી લઈ તમામ અન્ય માહિતીઓ પોલીસને મળી ગઈ હતી. ભૂપેન્દ્ર અમદાવાદમાં છૂપાયેલો હતો. જે બેંગલુરુ જઈને હવન કરવાનો હતો. કરોડો સપનાઓ તોડવાના પાપ કરી ચુકેલો ભૂપેન્દ્ર હવન કરીને પુણ્ય કમાવા માગતો હતો. જોકે ભૂપેન્દ્રની સચોટ બાતમી મળી રહી ન હતી, પણ પોલીસે તેણે મગાવેલા સામાન પર ચાંપતી નજર રાખી હતી. ભૂપેન્દ્ર અમદાવાદથી બેંગલુરુ ગત ગુરુવારે જ પહોંચ્યો હતો. ત્યારે પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી પાડયો હતો. હવે પોલીસ ભૂપેન્દ્રની પુછપરછ હાથ ધરી છે. પોલીસ હવે આ કેસમાં અન્ય એક આરોપી સુરેશ ઢાકાની શોધ કરી રહી છે.

વાળ ખેંચ્યા, લાફા માર્યા… દિલ્હી MCD ફરી મારપીટનો અખાડો બની, AAP-BJPના કોર્પોરેટરો બાખડ્યા

ભૂપેન્દ્રનો ભવ્ય બંગલો તોડી નાખ્યો
ભૂપેન્દ્રને એસઓજી અને જોધપુર પોલીસની ટુકડીએ ઝડપી પાડ્યો અને બાદમાં તેને લઈ ઉદેપુર પહોંચી હતી. સેકન્ડ ગ્રેડ ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં ઉદયપુર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. જોકે ભૂપેન્દ્ર સારણ છેલ્લા બે મહિનાથી પોલીસને દોડાવી રહ્યો હતો. પોલીસે તેને પકડવા ઘણી મહેનત કરી છે. અહીં સુધી કે જયપુરમાં જેડીએએ ભૂપેન્દ્રનો ભવ્ય બંગલો પણ તોડી નાખ્યો, જે પછી સરકારે 19.33 લાખના મકાન તોડ્યા પછી ખર્ચ વસુલાતની પણ નોટિસ મોકલી છે.

    follow whatsapp