અમદાવાદઃ ડબલ ફ્લાયઓવર બ્રીજ પરથી વધુ એક મહિલાએ કર્યું સ્યુસાઈડ, 1 મહિનામાં ચોથી ઘટના

અમદાવાદઃ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા ડબલ ડેકર ફ્લાય ઓવર બ્રિજ પરથી આજે વધુ એક મહિલાએ પડતુ મુકીને આપઘાત કરી લીધો છે. આ ઓવર બ્રિજ પરથી…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા ડબલ ડેકર ફ્લાય ઓવર બ્રિજ પરથી આજે વધુ એક મહિલાએ પડતુ મુકીને આપઘાત કરી લીધો છે. આ ઓવર બ્રિજ પરથી પડતુ મુકવાની ઘટના છેલ્લા 1 મહિનામાં ચોથી છે. આ ઘટનામાં આધેડ વયની મહિલાએ ડબલ ડ઼ેકર ફ્લાય ઓવર બ્રિજ પરથી પડતું મુક્યું છે. ઘટનાને પગલે મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ છે. જોકે પ્રાપ્ત અહેવાલ પ્રમાણે મહિલાનનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની નીચેના રસ્તાઓ પર સતત લોકોની અવરજવર રહે છે. ટ્રાફિકથી સતત ધમધમતા ફ્લાય ઓવર બ્રિજની નીચેથી પણ જતા લોકોને આ કારણે ભય રહેલો હોય છે.

અદાણીનો આ શેર બન્યો રોકેટ, 5 દિવસથી દરરોજ તોફાની તેજી, આજે પણ 15% ઉછળ્યો

પડતુ મુકનાર મહિલા કોણ?
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સીટીએમ ચાર રસ્તા પર આવેલા ડબલ ફ્લાય ઓવર બ્રિજ પરથી આજે શુક્રવારે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. મહિલાએ બ્રિજ પરથી નીચે પડતું મુક્યું હતું. આ ઘટનામાં મહિલા કોણ છે તેની જાણ થઈ ન હતી પરંતુ બાદમાં મળી રહેલી જાણકારી પ્રમાણે મહિલાનું નામ શીતલબેન સુનિલભાઈ સોનાર છે. આ મહિલાની ઉંમર 48 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ઊંચાઈ પરથી પડતુ મુકનારી મહિલાને જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. જેના કારણે તેને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે LG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે ત્યાં તેને વધુ સારવાર મળે તે પહેલા મોત નીપજીયું હોવાની વિગતો મળી રહી છે. મામલાને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ પણ બની ચુકી છે આવી ઘટનાઓ
અગાઉ પણ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા ડબલ ફ્લાય ઓવર બ્રિજ પરથી પડતું મુકવાની ઘટનાઓ બની ચુકી છે. અંદાજે 15 દિવસ પહેલા પણ આ બ્રિજ પરથી 12 વર્ષના બાળકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે લોકોએ બાળકને બચાવી લીધો હતો અને બાદમાં પોલીસે તેને સમજાવ્યો હતો. જોકે તે આપઘાત કેમ કરવા માગતો હતો તેની જાણકારી મળી શકી ન હતી. આ ઉપરાંત હમણાં જ એક યુવતીએ પડતું મુક્યું હતું. બપોરના સમયે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સાામે આવ્યો હતો. આ મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp