ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં ફેલાઈ ચુક્યો છે તેનું લીસ્ટ એટલું લાંબુ છે કે ક્યાં નથી તે આંગળીએ ગણી શકાય તેમ છે. ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર સામે લડવા માટે લાંચ રુશવત વિરોધી બ્યૂરો દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી પણ કેટલી કારગર છે તે કેટલીક આંકડાકીય વિગતો સાથે સામે આવી રહ્યું છે. હાલમાં જ એસીબીએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2022માં માંડ મહિને 0થી લઈ 5 સફળ ટ્રેપ થઈ શકી છે. આ એવી ટ્રેપ છે જેમાં ટોલફ્રી નંબર 1064 પર આવેલા કોલની સામે કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપનઃ સંગઠનમાં ફેરફારો સહિતના મુદ્દે વિચારણા
કયા મહિને કેટલી સફળ ટ્રેપ માત્ર આંગળીના વેઢે ગણાય
1064 ટોલ ફ્રી નંબરનો વધુને વધુ ઉપયોગ કરી ભ્રષ્ટાચારીઓને તેમની અક્કલ ઠેકાણે લાવવામાં આગળ આવવા સતત એસીબી તેનો પ્રચાર કરતી રહી છે. જોકે આ તરફ આંકડાઓનું ગણીત કોઈ અલગ ચિત્ર દોરી રહ્યું છે. હાલમાં જ જોઈએ તો વર્ષ 2022માં ટોલ ફ્રી નંબર 1064 પર કુલ 14,757 કોલ મળ્યા છે જેમાંથી ભ્રષ્ટાચારને લગતી કુલ 132 રજૂઆતો મળી હતી. આ પૈકી 26 કેસમાં સફળ ટ્રેપ કરી શકાઈ હતી. વર્ષ 2022માં જાન્યુઆરી, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દર મિહને 3-3 ટ્રેપ, ફેબ્રુઆરી, મે, જુલાઈ અને નવેમ્બરમાં 1-1 ટ્રેપ, માર્ચમાં 4 ટ્રેપ, એપ્રીલમાં એક પણ ટ્રેપ નહીં, જુનમાં સૌથી વદારે 5 ટ્રેપ અને ડિસેમ્બર તથા ઓગસ્ટમાં 2-2 ટ્રેપ મળી કુલ 26 ટ્રેપ સફળતાથી પાર પાડવામાં આવી હતી. આ તરફ આ ટ્રેપની કુલ રકમ 13,12,300 હતી. આમ સફળ ટ્રેપની વિગતો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેવું છે.
આર્ય કન્યા ગુરૂકુલમાં સજાતીય સંબંધોનો મામલો પહોંચ્યો ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સુધી, નવા-જૂનીના એંધાણ
કયા વર્ષે કેટલા કેસ નોંધાયા
એસીબી દ્વારા તમામ પ્રકારે નોંધાયેલા કેસમાં આંકડા સામે નજર કરીએ તો વર્ષ 2021માં કુલ 173 કેસ નોંધાયા હતા. 2022ના વર્ષમાં આ પ્રમાણે કુલ કેસ 176 કેસ નોંધાયા હતા. 2022ની વાત કરીએ તો તે એક વર્ષમાં ક્લાસ વન અધિકારીઓ સામે 9, ક્લાસ ટૂ અધિકારીઓ સામે 30, વર્ગ 3ના કર્મચારીઓ સામે 114, વર્ગ 4ના કર્મચારીઓ સામે 5, ખાનગી મળતિયાઓ સામે 94 કેસ નોંધાયા હતા. આમ કુલ 252 આરોપીઓ હાથમાં આવ્યા હતા. જ્યારે અપ્રમાણ સરની મિલકત ધરાવતા માત્ર 5 કેસ નોંધાયા હતા જોકે તેમની મિલકતની કુલ રકમ અધધધ હતી. જે કુલ રૂપિયા 4,52,34,619 થવા જઈ રહી છે.
ADVERTISEMENT