સુરતઃ હાલ જ્યાં મહાશિવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલા બસ સ્ટેન્ડમાં ભીષણ આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે આજે દરેક શિવાલયો પર ભક્તોનો ભારે ધસારો રહ્યો છે. દરમિયાનમાં આગ લાગવાના બનાવે સહુના જીવ અધ્ધર કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું. સાથે જ રુટ પરથી આવતી બસોને આ સ્ટેન્ડને અવોઈડ કરવાની સૂચનાઓ મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસેના લક્ષ્મીનારાયણ બીઆરટીએસના બસ સ્ટોપમાં આજે શનિવારે બપોરે અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી. બીઆરટીએસ બસ સ્ટોપના કેબિનમાં અચાનક આગ લાગવાથી લોકોની દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા માન દરવાજા અને ભેસ્તાનના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા સહુએ હાંશકારો અનુભવ્યો હતો.
(ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT