વિપિન પ્રજાપતિ.પાટણઃ તેણે સળગતા ટ્રેલરમાંથી બહાર નીકળવાના ધમ પછાડા કર્યા હશે, દયનીય અને ડરામણું મોત તેને મળ્યું કેવી રીતે? રાજસ્થાન તરફ જઈ રહેલું એક ટ્રેલર કોઈ અજાણ્યા વાહન સાથે ભટકાયું હતું. રાધનપુર નજીક થયેલી આ ઘટનામાં તે વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ તરફ ટ્રેલરમાં આગ લાગી ગઈ હતી અને તેમાં ભયાનક મોતે ટ્રેલરનો ચાલક મૃત્યુ પામ્યો હતો. ટ્રેલરને તો નુકસાન થયું જ હતું પરંતુ અહીં તે વાહન ચાલકની માનવતાનો પણ પ્રશ્ન છે જે આ ચાલકને મોતના મુખમાં મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
ક્ષણમાં જ માતમમાં ફેરવાઈ ગયો ખુશીનો માહોલ! નબળા હૃદયનાઓ ન જોતા આ Video
ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરમાં શનિવારની મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી ટ્રેલર સળગવા લાગ્યું હતું, જેમાં ટ્રેલર ચાલકનું સળગી જવાથી મોત થયું હતું. કોઈ અજાણી કાર ટ્રેલર સાથે અથડાઈ હતી, જેમાં આગ લાગી હતી. જેના કારણે ડ્રાઈવર સંપૂર્ણ રીતે સળગી ગયો હતો. ટ્રેલરમાં આગ લાગતા ડ્રાઈવર અંદરથી નીકળી શક્યો ન હતો અને ડ્રાઈવર સહિત ટ્રેલર સળગીને ખાખ થઈ ગયું હતું. આજુબાજુના લોકોને ઘટનાની જાણ થતાં જ રાધનપુરથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા. જોકે આગ એટલી ભયાનક હતી કે કોઈ મદદ મળે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ટ્રેલર રાજસ્થાન કચ્છ તરફ જઈ રહ્યું હતું. જેમાં ગ્રેડ ક્વોલિટીનું કોંક્રીટ લોડ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર રાજસ્થાનનો રહેવાસી હતો, તે રાજસ્થાનના ચુરુ જિલ્લાના ગાગરડુ ગામમાં રહેતો હતો. આ ઘટના બાદ રાધનપુરમાં પીએમ માટે તેનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પંજાબઃ પકડાઈ ગયો ભાગેડું અમૃપાલ સિંહ, મોગા પોલીસ સામે કર્યું સરેન્ડર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT