વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગરની એક શાળામાં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારી શાળામાં આ કાર્યક્રમ દરમિયાન બળાત્કારનો દોષિત એવા આસારામની આરતી ઉતારવામાં આવી હતી. જોકે આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ જતા ભારે ફજેતી થઈ હતી. જે પછી આ મામલામાં બે શિક્ષકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હવે તેમને કચ્છના છેવાડે બદલીનો હુકમ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વીડિયો સૌથી પહેલા ગુજરાત તક દ્વારા લોકો સમક્ષ તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે પછી તંત્રએ પણ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણયઃ સહુને રાહતનો અહેસાસ..?
બે દિવસમાં ખુલાસો માગ્યો હતો
મહિસાગરની સરકારી શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણીમાં આસારામની આરતી ઉતારવાના મામલામાં તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ બિપિન પટેલ અને જામા પગીના મુવાડાની પ્રાથમીક શાળાના આચાર્ય શિક્ષકો તપાસમાં દોષિત ઠર્યા છે. તાલુકા શિક્ષણાધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલામાં અહેવાલ સુપ્રત કર્યો છે. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલામાં બે દિવસમાં ખુલાસો રજૂ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડાકોર પગપાળા જતા પદયાત્રીઓને હાલાકી ભોગવી ન પડે તેવી વ્યવસ્થા વહીવટીતંત્રએ ગોઠવવી
શું કરવામાં આવ્યો આદેશ
આ અંગે જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદિપકુમાર હરીદાશ પટેલ, મધુબેન બળવંતસિંહ પગી, ગીતાબેન ચંદુલાલ પટેલ, અંકિત કુમાર મહેશ કુમાર પંડ્યા અને બિપીનકુમાર મુળજીભાઈ પટેલને કચ્છ જિલ્લામાં બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. હુકમમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે તેમને તાત્કાલીક અસરથી મહીસાગરથી કચ્છમાં બદલીનો આદેશ છે. સાથે જ બાકી રહેલા શિક્ષકો સામે ખાતાકીય તપાસની કાર્યવાહી તથા ચાર્જશીટ આપવા અંગેની કામગીરી તુરંત કરવા નિયામક, પ્રાથમિક શિક્ષણનની કચેરીને જણાવવામાં આવ્યું હતું.
શું હતો મામલો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં યોજાયેલ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ દરમ્યાન બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ કે જે વાવના મુવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને એક શિક્ષક છે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા બળાત્કારી આશારામની આરતી ઉતરાવવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો
કયા અધિકારી એ કર્યું હતું માતૃ પિતૃ પૂજન દિવસનું આયોજન
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીના પ્રેરક અભિગમ દ્વારા શાળાઓમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના દિવસથી થી 17 ફેબ્રુઆરી દરમ્યાન માતા પિતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત લુણાવાડા તાલુકાની જામાં પગીના મુવાળા પ્રાથમિક શાળામાં માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામના ફોટા વાળું બેનેર મારવામાં આવ્યું હતું અને બેનરમાં લખવામાં આવ્યું હતું કે “પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ” આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાજ આશારામની આરતી પણ ઉતારવામાં આવી હતી અને જેના ફોટા અને વીડિયો વાયરલ થતા સરકારી પ્રાથમિક શાળામાં યોજવામાં આવેલ માતૃ પિતૃ પૂજન દિવસ ચર્ચાઓનો દિવસ બની ગયો હતો
નોંધનીય છે કે ભારતીય સંસ્કૃતિની સભ્યતાનો બાળકો અને યુવાનો આદર કરે અને ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકારી શાળામાંજ બાળકોની ઉપસ્થિતમાંજ બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવે છે કે જે આશારામને ન્યાયાલય દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે અને બળાત્કારના ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યા છે ત્યારે શાળાના શિક્ષક દ્વારા બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ આવા ગુન્હેગાર આશારામના બેનર મારી તેમજ તેમના ફોટાની આરતી ઉતારતા જિલ્લા શિક્ષણ ક્ષેત્રમાં હડકમ્પ મચી ગયો છે
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીનો શુ હતો પરિપત્ર અને સંદેશ
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અવનીબા મોરીએ નવતર અભિગમ દ્વારા શાળાઓને સંદેશ પાઠવ્યો કે આપણે ભારતવાસીઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના સદૈવ ઋણી છીએ. પ્રવર્તમાન સમયમાં આપણા બાળકો અને યુવાનોનું ચારિત્ર્યનું રક્ષણ કરવું તે પણ શિક્ષણ જગત વતી એક સામાજિક જવાબદારી છે. બાળકો ૧૪ ફેબ્રુઆરી નિમિત્તે માતા-પિતાના પ્રેમ, સમર્પણ અને પુરુષાર્થના આદર સાથે વાસ્તવિક પ્રેમ દિવસ મનાવે. વધુમાં તેમણે ૧૪ ફેબ્રુઆરી માતા-પિતા પુજન દિવસના ઉપલક્ષમાં આ સપ્તાહમાં ૧૭ ફેબ્રુઆરી સુધીમાં કોઈ એક દિવસે શાળાઓએ પોતાની અનુકુળતા મુજબ બાળકો આદર અને સન્માન સહ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પોતાના માતા-પિતાનું પુજન કરે તે માટે માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવાનું સ્વૈચ્છિક આયોજન કરવામાં પ્રેરક સંદેશમાં જણાવાયું હતું.
વિદ્યાર્થીઓ સંસ્કૃતિ પ્રત્યે અભિમુખ બની સંસ્કારમય જીવન પ્રાપ્ત કરે તેમજ શાશ્વત મૂલ્યોનું જતન કરે. ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તે હેતુસર આયોજન કરેલ કાર્યક્રમમાં દુસકર્મના આરોપી અને જેલમાં સજા ભોગવતા બળાત્કારી આશારામની આરતી ઉતારવામાં આવતા ક્ષીક્ષણ જગત સર્મશાર બન્યું હતું અને જેને લઇ ને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે શિક્ષણ ધામમાં શિક્ષણને લાંછન લાગે તેવું કૃત્ય ચલાવી લેવામાં આવશે નહિ અને જે ખરાબ કૃત્ય કરશે તેને આવી આકરી સજા ફટકારવામાં આવશે
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT