મહિસાગરઃ મહિસાગરની એક શાળામાં 14 ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સરકારી શાળામાં આ કાર્યક્રમ દરમિયાન બળાત્કારનો દોષિત એવા આસારામની આરતી ઉતારવામાં આવી હતી. એટલું જ નહીં અહીં બેનર્સ પણ લગાવાયા હતા. જોકે આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ જતા ભારે ફજેતી થઈ હતી. જે પછી આ મામલામાં બે શિક્ષકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બે ટ્રક વચ્ચે ગાડી સેન્ડવીચ બની ગઇ: મૃતદેહ ઓળખવા ડોક્ટરની દેખરેખમાં બહાર કઢાયા
બે દિવસમાં ખુલાસો મગાયો
મહિસાગરની સરકારી શાળામાં માતૃ-પિતૃ દિવસની ઉજવણીમાં આસારામની આરતી ઉતારવાના મામલામાં તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ બિપિન પટેલ અને જામા પગીના મુવાડાની પ્રાથમીક શાળાના આચાર્ય શિક્ષકો તપાસમાં દોષિત ઠર્યા છે. તાલુકા શિક્ષણાધિકારીએ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીને આ મામલામાં અહેવાલ સુપ્રત કર્યો છે. દોષિત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપિન પટેલ તેમજ જામા પગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકોને આ મામલામાં કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલામાં બે દિવસમાં ખુલાસો રજૂ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT