ગુજરાતના નવા DGPના નામની આજે થશે જાહેરાતઃ આશિષ ભાટીયા થશે કાલે નિવૃત્ત

ગાંધીનગરઃ ગુજરાતના હાલના ડીજીપી આશીષ ભાટીયા હવે એક જ દિવસ સુધીની આ જવાબદારી પર છે અને 31મી જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતના હાલના ડીજીપી આશીષ ભાટીયા હવે એક જ દિવસ સુધીની આ જવાબદારી પર છે અને 31મી જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જે દરમિયાનમાં હવે આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દૌર ચાલ્યો છે. આજે સોમવારે જોકે આ ચર્ચાઓનો અંત આવી શકે છે અને આજે અથવા આવતીકાલે ગુજરાતના નવા ડીજીપીના નામની જાહેરાત થશે તે નક્કી મનાય છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાને છેલ્લા પાંચ વર્ષથી સરકારી ધક્કા, જાણો કેવી સમસ્યાઓ થઈ

કોણ હશે નવા ડીજીપી
ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી છે. ઘણા નામો આપે પણ જાણ્યા હશે પરંતુ આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1988 બેચના આઈપીએસ અધિકારી અતુલ કરવાલનું નામ ચાલ્યું છે. જોકે સંજય શ્રીવાસ્તવ તેમના કરતા સિનિયર અધિકારી છે. સાથે જ અત્યાર સુધી જોવા મળ્યું છે કે અમદાવાદ પોલીસ કમિશનરના પદ પર રહેલા અધિકારીને ડીજીપી પદની જવાબદારી મળતી હોય છે કારણ કે અહીં સિનિયર મોસ્ટ અધિકારી અંગેની વાત છે. સંજય શ્રીવાસ્તવ 1987 બેચના અધિકારી છે. જોકે હાલની સ્થિતિ એવી છે કે સંજય શ્રીવાસ્તવ પણ ત્રણેક મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે. જેના કારણ શક્યતાઓ એવી જોવાઈ રહી છે કે ગુજરાતના ડીજીપી પદનો ચાર્જ તેમને સોંપવામાં આવે અથવા તો તે પછી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવે. જોકે સરકાર હાલ શું નિર્ધારિત કરે છે તે કહેવું જરૂર મુશ્કેલ છે પરંતુ ચર્ચાઓ અને સ્થિતિ જોતા સંજય શ્રીવાસ્તવને પદનો ચાર્જ મળે તેમાં વજન વધારે દેખાઈ રહ્યું છે.

    follow whatsapp