હેતાલી શાહ.આણંદઃ ડાકોરમાં ફાગણી પૂનમનું અનેરૂ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પગપાળા ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે. એવામાં પગપાળા આવતા શ્રધ્ધાળુઓને પદયાત્રાના માર્ગમાં કોઈ સમસ્યા ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ વખતે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ખાતે આવેલા રણછોડરાય મંદિરના પ્રાંગણમાં ફાગણી પૂનમે ડાકોર રણછોડરાયના દર્શનાર્થે જતા પદયાત્રીઓની તથા તેમની નિઃશુલ્ક સેવા આપનારા સેવાકેન્દ્રોની જરૂરી સુવિધા અંગે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમા આ બેઠકમાં ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ મંત્રી હરીન પાઠક જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પી.આર.રાણા, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી અંન્દુ સુરેશ ગોવિંદ, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ તેમજ ખેડા જિલ્લાના અધિકારીઓ અને ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કોરોનાથી ડરેલી માતા 10 વર્ષના દિકરા સાથે 3 વર્ષથી ઘરમાં પુરાઈ રહી, પતિને પણ આવવા
તકલીફ ન પડે તે માટે ચાર ઝોન પડાયા
કલેકટરની અધ્યક્ષતામા યોજાયેલી બેઠકમાં ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના પ્રમુખ અને પૂર્વ સંરક્ષણ મંત્રી હરીન પાઠકે જણાવ્યું કે, “રણછોડરાયના દર્શનાર્થે ગુજરાતભરના વિશેષ કરીને અમદાવાદના લાખો પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે તેમની આ યાત્રા મંગળમય થાય અને પદયાત્રીઓને કોઈ પણ હાલાકી ન પડે તેની ખાતરી કરવાની ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિએ આપે છે. ડાકોર પદયાત્રા દરમ્યાન કોઈ ભંડારામાં કે કેમ્પમાં તકલીફ ન પડે તે માટે ચાર ઝોન પાડવામાં આવ્યા છે. ઝોન 1 અમદાવાદથી હાથીજણ ચોકડી સુધી, ઝોન 2 હાથીજણ ચોકડીથી મહેમદાવાદ ખાત્રજ સુધી, ઝોન 3 ખાત્રજ ચોકડીથી મહુધા સુધી અને ઝોન 4 મહુધાથી ડાકોર સુધીના ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના કાર્યકર્તાઓ પદયાત્રીઓનો પૂર્ણ રૂપથી તેમને કોઈ પદયાત્રામાં અગવડતા ન પડે તેની કાળજી લેશે.
જિલ્લા કલેક્ટરે શું કહ્યું…
તો ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ. બચાણીએ જણાવ્યું કે, “ગત વર્ષના અનુભવ પ્રમાણે આ વર્ષે પણ એક પણ પદયાત્રીને હાલાકી ન પડે તેની ખાતરી કરીશું. સાથેજ પદયાત્રામા આવતા શ્રધ્ધાળુઓને પદયાત્રાના રૂટ પર તમામ સુવિધાઓ મળે અને કોઈ પણ અગવડતા ન વેઠવી પડે તેનુ આયોજન કરાયું છે. અને ખેડા જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને ડાકોરની પદયાત્રા દરમિયાન કઈ બાબતોની કાળજી રાખી યાત્રાની કામગીરી કઈ રીતે કરવી તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. જેથી પદયાત્રીઓ સરળતાથી ડાકોરના ડાકોરના દર્શન કરી શકે.
રાજકોટમાં શાળાના અસહ્ય ફી વધારા સામે FRCનું મૌન શરમજનક: કોંગ્રેસ
મહત્વનું છે કે, ડાકોરમાં રણછોડરાયના દર્શન કરવા માટે સૌથી વધુ શ્રધ્ધાળુઓ અમદાવાદ તરફથી આવતા હોય છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીકોની સુવિધા માટે પદયાત્રીઓ માટે સેવાના કેમ્પ ગોઠવતાં સેવાભાવી સંસ્થા તથા પોલીસ વિભાગ સાથે બેઠક કરી સમગ્ર ફાગણી પુનમના આયોજનનું નિરીક્ષણ કરાયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT