જુનાગઢઃ ભવનાથ ક્ષેત્રમાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી પર તલવારથી હુમલો, મહાશિવ રાત્રી પહેલા બીજી ઘટના

ભાર્ગવી જોશી/જૂનાગઢઃ જુનાગઢના પીઠાધિશ્વર પર હુમલાની ઘટના બની છે. મહાશિવરાત્રી પર્વ પહેલા વધુ એક ઘટના બનતા સંતો મહંતોમાં ચિંતાનો માહોલ છે. હમણાં જ રાજ ભારતી…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢઃ જુનાગઢના પીઠાધિશ્વર પર હુમલાની ઘટના બની છે. મહાશિવરાત્રી પર્વ પહેલા વધુ એક ઘટના બનતા સંતો મહંતોમાં ચિંતાનો માહોલ છે. હમણાં જ રાજ ભારતી બાપુના શંકાસ્પદ મોતને પગલે ભારે ચકચાર મચી હતી ત્યાં વધુ એક બનાવ સામે આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. જુનાગઢમાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી મહારાજ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને ઈજાગ્રસ્ત જયશ્રીકાનંદ ગીરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અન્ય સાધુ સંતો પણ દોડી આવ્યા હતા.

તુર્કીની આગાહી કરનાર વૈજ્ઞાનિકનો દાવો, ભારતમાં આવશે મહાભયાનક ભુકંપ

હુમલો કેમ કરાયો તેની તપાસઃ પોલીસ
જુનાગઢના ભવનાથ ક્ષેત્રના અગ્ની અખાડામાં રહેતા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી પર આજે મંગળવારે અચાનક શિવગીરી નામના શખ્સ દ્વારા તલવાર વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન ઈજાગ્રસ્ત જયશ્રીકાનંદ ગીરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે ત્યારો પોલીસે કહ્યું કે, આ ઘટનામાં શિવગીરી નામના શખ્સ દ્વારા પીઠાધિશ્વર જયશ્રીકાનંદ ગીરી પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે આ હુમલો તેણે કેમ કર્યો છે તેની જાણકારી હજુ મળી શકી નથી. પોલીસ હજુ આ મામલામાં પ્રારંભીક તપાસ હાથ ધરી રહી છે ત્યારે આ ઘટનામાં બીજું કોણ સંડોવાયેલું છે ઉપરાંત આ હુમલો કેમ કરવામાં આવ્યો હતો તે સહિતની બાબતો આગામી તપાસ દરમિયાન સ્પષ્ટ થઈ જશે.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp