સુરતઃ સુરતમાં દિલ્હી જેવી ઘટના બની હતી, જેમાં કાર ચાલકે યુવકને કિલોમીટરો સુધી ઢસેડ્યો અને તે યુવકનું મૃત્યુ થયું હતું. હાલમાં દિલ્હીમાં પણ આવી ઘટના બની હતી જેમાં કાર ચાલકે યુવતીને પોતાની કાર સાથે જ 10થી વધુ કિલોમીટર સુધી ઢસેડી હતી. તેના મૃતદેહની હાલત જોઈ તેને ઓળખવી પણ મુશ્કેલ બની જતી હતી. આવી જ એક ઘટના સુરતના પલસાણા વિસ્તારમાં બની હતી. જેમાં એક દંપત્તિ અકસ્માતનો ભોગ બન્યું હતું અને તેમાં યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે તેની પત્નીની હાલત ગંભીર હતી.
ADVERTISEMENT
અમેરિકન કંપનીના એક રિપોર્ટથી Adani ગ્રુપને રૂ.50 હજાર કરોડનું નુકસાન, હવે કાર્યવાહીના મૂડમાં ગૌતમ અદાણી
પોલીસને એક યુવકે આપ્યો ઘટનાનો વીડિયો
સુરતના પલસાણા વિસ્તારમાંથી એક દંપત્તિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું ત્યયારે તેમનો અકસ્માત તયો હતો. ટક્કર મારીને કાર દ્વારા બાઈકના ચાલક યુવકને 12 કિલોમીટર સુધી ઢસેડવામાં આવ્યો હતો. તેનો મૃતદેહ સાવ છીનભિન્ન થઈ ગયો હતો. દર્દનાક હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાનો એક યુવાને વીડિયો પણ લીધો હતો જે યુવકે વીડિયો પોલીસે આપ્યો હતો. જેની મદદથી પોલીસને આ કેસ સોલ્વ કરવાામાં વધુ મદદ મળી હતી.
સુરતમાં હિટ એન્ડ રનનો ધ્રૂજાવી નાખે તેવો બનાવ, બાઈકને ટક્કર મારી કાર ચાલકે યુવકને 12 કિમી સુધી ઢસડ્યો
ઈજાગ્રસ્ત અશ્વીની પાટીલને સારવાર માટે ખસેડાયા
સુરતના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામ પાસે થોડા દિવસ પહેલા એક કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે સાગર પાટિલ અને અશ્વિની પાટીલ કે જે આ બાઈક પર સવાર હતા તે પડી ગયા હતા. સાગર અને અશ્વિની કામસર સુરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માત બાદ કથિત રીતે સાગર પાટિલને લગભગ 12 કિમી સુધી ઢસેડવામાં આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. અકસ્માતમાં અશ્વીની પણ ઈજાગ્રસ્ત થઈ હોવાથી અશ્વીની પાટીલને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ તરફ સાગર પાટીલનો જીવ બચી શક્યો નહીં અને તેમની લાશ પણ બે દિવસ પછી સાવ જોતા જ ડરી જવાય તેવી હાલતમાં મળી આવી હતી. પોલીસને આ ઘટનાનો એક વીડિયો મળ્યો હતો. જેમાં શખ્સની કારની નંબર પ્લેટ જોવા મળી ગઈ હતી. જે પછી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આ આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલામાં બિરેશ શીવાભાઈ લાડુમોરને ઝડપી પાડ્યો છે. પોલીસે તેને મુંબઈથી પકડી લીધો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT