બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતામાં ગુનાખોરી સતત વધી રહી છે. દાંતા તાલુકાના નાનાસડા ગામમાં બે જુથો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. જેમાં બંને જુથોમાં સામ સામે મારામારી થઈ હતી. ઘટનામાં તલવારો વડે હુમલો કરવામાં આવતા કેટલીક મહિલાઓ અને પુરુષોને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારહવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને માહોલને શાંત કરવાના પગલા લીધા હતા.
ADVERTISEMENT
ક્રિકેટર અક્ષર પટેલ વડોદરામાં મેહા સાથે આવતીકાલે કરશે લગ્નઃ જુઓ મહેંદી કાર્યક્રમના Video
જુની અદાવતને કારણે થઈ મારામારી
બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા નાનાસડા ગામમાં આજે બુધવારે અચાનક બે જુથો વચ્ચે અગાઉની અદાવતને લઈને મારામારી થઈ ગઈ હતી. સાંજના સમયે બનેલી આ ઘટનામાં તલવાર વડે હુમલો થતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનામાં ચાર મહિલાઓને ઈજાઓ થઈ છે. સાથે જ ત્રણ પુરુષો પણ ઈજાગ્રસ્ત થયા છે. એક મહિલાને માથાના ભાગે તલવાર વાગી હતી. ઈજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને એહીં દાંતાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામમાં આવ્યા હતા. બનાવની જાણ થતા દાંતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
હાર્દિક પટેલ માટે કાયદાકીય રીતે એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ, કોર્ટે હાજર થવા કર્યું ફરમાન
ઘટનાનો વીડિયો થયો ફરતો
પોલીસે નાનાસડા ગામમાં ઝઘડાની ઘટનામાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. કેટલીક મહિલાઓને આ ઘટનામાં માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાકને ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ ફરતો થયો છે જેમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)
ADVERTISEMENT