આજથી CBSE બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષા શરૂ

અમદાવાદઃ CBSEની પરીક્ષાઓની જાહેરાત બાદથી આજે તે દિવસ આવી ગયો છે જ્યારે CBSE exam લેવાશે. ધોરણ 10 અને 12ની આજે બુધવારે 15મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ…

gujarattak
follow google news

અમદાવાદઃ CBSEની પરીક્ષાઓની જાહેરાત બાદથી આજે તે દિવસ આવી ગયો છે જ્યારે CBSE exam લેવાશે. ધોરણ 10 અને 12ની આજે બુધવારે 15મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષાઓ આગામી 5 એપ્રિલ સુધી ચાલશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)માં આ વર્ષે 38.83 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

ગર્લફ્રેન્ડનું મર્ડર કરી ફ્રીઝમાં મુકી લાશ, પછી કર્યા લગ્ન… નિક્કી હત્યાકાંડમાં મોટા ખુલાસા

36 દિવસ સુધી ચાલશે ધો-12ની પરીક્ષા
CBSE પરીક્ષા આજે સવારથી જ શરુ થાય છે. સવારે 10.30થી બપોરના 1.30 સુધી પરીક્ષા યોજાશે. CBSEએ જાહેર કરેલી નોટિસ પ્રમાણે કુલ વિદ્યાર્થીઓ પૈકીના 21.86 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 16.96 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપવાના છે. દેશમાં બોર્ડની પરીક્ષાઓ માટે 7,250 અને વિદેશમાં 26 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરાયા છે. એક તબક્કે જોઈએ તો ધોરણ 10ની પરીક્ષા 16 દિવસ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 36 દિવસ સુધી ચાલવાની છે. આ તરફ વિષયોની વાત કરીએ તો ધોરણ 12માં કુલ વિષય 115 અને ધોરણ 10માં કુલ વિષય 76 થાય છે.

તણાવ વગર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થાઃ CBSE
બોર્ડ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કહેવાયું છે કે પરીક્ષા કેન્દ્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તમામ કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. પરીક્ષાઓ તણાવ વગર આપી શકાય તેવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને જ ધ્યાને લઈને CBSE દ્વારા પરીક્ષાઓનું શિડ્યૂલ નક્કી કરવામાં આવ્યું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp