વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત જીઆઈડીસીની એક કંપનીમાં ભીષણ આગ લાગ્યાના અહેવાલો સામે આવ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત જીઆઈડીસીમાં આવેલી શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં આગ લાગી છે. કંપનીમાં આગ કેવી રીતે લાગી તેની હજુ સુધી જાણકારી સામે આવી નથી. આગની ઘટનાની જાણકારી મળતા આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયું હતું. જોકે ત્યાં સુધી આગ ઘણી ફેલાઈ ચુકી છે.
ADVERTISEMENT
Breaking: ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય: સોમવારથી થશે અમલ
આગનું કારણ હજુ અકબંધ
વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઈડીસીમાં શનિવારે રાત્રે શોહ મેટલ ક્રાફ્ટ કંપનીમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનાને લઈને ફાયર વિભાગ પણ તાત્કાલીક સ્થળ પર દોડી ગયું હતું. જોકે ત્યાં સુધી આગનો ફેલાવો ઘણો વધી ગયો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થયાના અહેવાલ મળી આવ્યા નથી. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે. જોકે તેમાં આગ કયા કારણે લાગી હતી તે હજુ (આ લખાય છે ત્યાં સુધી) જાણી શકાયું નથી.
(ઈનપુટઃ કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT