અમરેલીઃ ગરીબ અને નિરાધાર બાળકો જ્યારે પણ પ્લેન તરફ જુએ છે ત્યારે તે નજર કેટલા વાક્યો કહી જતી હોય છે. ઘણા બાળકોના સપનામાં એક પ્લેનમાં મુસાફરી કરવાનું પણ સપનું હોય છે. આવા સપના અમરેલીના યુવાને પુરા કરવાનું નક્કી કર્યું અને પોતાનો બર્થડે તે બાળકોની વચ્ચે 12000 ફૂટ ઊંચે ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને ઉજવ્યો હતો. યુવાને નિરાધાર બાળકોને માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યું અને હવામાં ઊંચાઈ પર જઈને કેક કાપી બર્થડે ઉજવી હતી. અમરેલીના આ યુવાનની બર્થડેનો દિવસ આ બાળકો માટે પણ અકલ્પનીય અને જીવનભર ન ભુલાય તેવો અનુભવ લઈને આવ્યો હતો.
ADVERTISEMENT
‘સાહેબ, આ જ કરડ્યો હતો’- રાજકોટની મહિલા સાપ લઈને હોસ્પિટલમાં આવી, સહુ અવાક
પાર્ટીમાં હજારોનો ખર્ચ કરનારાઓ માટે પ્રેરણારૂપ
અમરેલીના યુવાન જય કાથરોટીયાએ 7 નિરાધાર બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરી આ બાળકોને હવાઈ મુસાફરી કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા જય કાથરોટીયાએ જન્મદિવસની ઉજવણી કરવા માટે અનાથ તેમજ બહેરા મુંગા નિરાધાર બાળકો માટે ચાર્ટડ પ્લેન બુક કરાવ્યું હતું. નિરાધાર બાળકો સાથે પ્લેનમાં ૧૨૦૦૦ ફૂટ ઊંચાઈએ કેક કાપીને અનોખી ઉજવણી કરી હતી. પાર્ટીઓ પાછળ હજારોના ખોટા ખર્ચા કરતા લોકો માટે જય કાથરોટીયાએ કરેલી આ ઉજવણી પ્રેરણારૂપ બની છે.
અમદાવાદમાં યમદૂત બની ટ્રક યુવકના માથા પર ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત
છકડામાં સામાન લઈને આવ્યા હતા શહેરમાં
આ ઉજવણી બાબતે જણાવતા જય કથરોટીયાએ કહ્યું કે, ” આજથી 25 વર્ષ પહેલા મારા માતા-પિતા આ શહેરની અંદર એક સામાન્ય છકડો રિક્ષામાં સામાન લઈને આવ્યા હતા. તેમના પ્રામાણિક પુરુષાર્થને કારણે કુદરતની એવી કૃપા થઈ અને હું ચાર્ટર્ડ પ્લેન બુક કરવા જેટલો સક્ષમ બન્યો. આપણા પર થયેલી કુદરતની આ કૃપાને આ નિરાધાર બાળકો સાથે વહેંચીએ તે જ આ સફળતાની સાચી સાર્થકતા છે.” બાળકો માટે આ અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો. ચાર્ટડ પ્લેન બુક કરવામાં કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંકે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમીરોની નગરી અમરેલીની અંદર દિલની અમીરી દેખાડતા જય કાથરોટીયા બાળકોએ જન્મ દિવસના અભિનંદન પણ કહ્યા હતા.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT