ધનેશ પરમાર.બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદના ડોડગામની ગ્રામ પંચાયત દ્વારા ગામમાંથી દારૂની બદી અને દુષણો દૂર કરવા મહત્વ પૂર્ણ નિર્ણય કરાયો છે. ડોડગામમા દારૂના વેચાણ, દારૂ પીવા, ગુટકા તમાકુ વેચાણ કે રોમિયોની પ્રવૃત્તિ કરનારા લોકોને દંડ ફટકરવાનો નિર્ણય કરાયો છે. ગામમાં આ તમામ બદીઓના દૂષણને નાથવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભારત પોતાની સુરક્ષા માટે ગમે તેટલું આક્રમક બની શકે છે: જયશંકરે પાક.-ચીનના કાન આમળ્યા
કયા ગુનાનો કેટલો દંડ?
રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દારૂ સહિત નશીલા પદાર્થોની બદીઓ વધતી જઈ રહી છે. ત્યારે આ બદીઓથી પોતપોતાના ગામો મુક્ત બને અને ગામોમાંથી દુષણો દૂર કરી શકાય તે હેતુસર હવે ખુદ ગામના સરપંચો જ પોતપોતાના ગામોને આ બદીમાંથી મુક્ત કરવા નિયમો બનાવી રહ્યા છે. ત્યારે થરાદના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા આજે એક મહત્વનો નિર્ણય કરાયો છે. ડોડ ગામમાં દારૂનું વેચાણ કરનારને ₹.51,000 નો દંડ. જો કોઈ વ્યક્તિ દારૂ લઈ જતા પકડાય તો રૂ.5100 નો દંડ, તો જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં ઝડપાય તો પોલીસને સોંપવા સહિત દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા આરોપીને ગામના કોઈપણ વ્યક્તિએ જામીન પણ ન આપવાનો નિર્ણય કરાયો છે. તો સાથે સાથે ગામમાં ગુટકા કે તમાકુનું વેચાણ કરનારને ₹11,000 નો દંડ તો શાળા છૂટવા કે શરૂ થવાના સમયે અન્ય કોઈ વ્યક્તિએ શાળા આસપાસ ઊભું ન રહેવું અને જો ઊભા રહેતા ઝડપાયા તો રૂ.1100 નો દંડ કરવાની જોગવાઈ કરી છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા દુષણો દૂર થાય અને ગામમાં ગ્રામ્ય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયો કરાયા છે.
પેરરલીક પરનો કાયદા અંગે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું… ‘કાયદો કાગળ પર ન રહી જાય’
વસુલાયેલો દંડ ક્યાં થશે ઉપયોગી
મહત્વની વાત છે કે ગ્રામ પંચાયત દ્વારા વસૂલવામાં આવનાર આ તમામ દંડની રકમ ગૌશાળામાં વાપરવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા નિર્ણયને લઈને તમામ ગ્રામજનો સહિત વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિયમો સાથે ગામ કેટલું વળગી રહે છે અને દૂષણને નાથવામાં કેટલું સફળ થાય છે તે પણ આશાઓ વ્યક્ત કરનારું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT