અમરેલીઃ અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી સિંહોની માનવ વસ્તીમાં કે વિવિધ પરીસરોમાં લટાર જોવા મળતી હોય છે. ઘણી વખત તો એકાદ બે કરતા પણ સિંહોની મોટી ફૌજ જોવા મળતી હોય છે. હાલના અમરેલીના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક ખાનગી કંપનીમાં સિંહે એન્ટ્રી કરી છે અને જાણે થોડી જ ક્ષણોમાં બધું સમજી ગયો હોય કે અહીં આપણું કાંઈ કામ નથી તેમ તે તુરંત પાછો પણ વળી જાય છે.
ADVERTISEMENT
માણસનું જંગલમાં દબાણ
ઘટાદાર કેશવાળો ડાલોમથ્થો જાણે પોતાના કામથી કામ, નો બકવાસના સૂત્ર પર અડગ હોય તેવું આ સીસીટીવી જોતા લાગે છે. આમ તો માણસે જંગલો પર જે રીતે દબાણ કર્યા છે ત્યાં હિંસક પ્રાણીઓ માટે હવે રહેવા માટે જંગલ રહ્યા નથી તેથી ઘણા સમયથી કોંક્રિટના જંગલમાં તેમની અવારનવાર લટાર જોવ મળતી હોય છે. ખોરાકની શોધ અને ટેરેટરી માટે પ્રાણીઓ જંગલ છોડી ખેત વિસ્તારો, કે ગામડાઓમાં પણ ફરતા થયા છે. ઘણી વખત તો હાઈવે અને હોટેલ પરીસરમાં પણ જોવા મળ્યા છે.
કોંગ્રેસ અધિવેશનઃ ‘દોસ્તોના ફાયદા માટે કામ કરે છે PM મોદી’- સોનિયા ગાંધીનો BJP પર પ્રહાર
લોકોના રહેણાંક વિસ્તાર નજીક સિંહની લટાર
અમરેલીના રાજુલા કોવાયાની ખાનગી કંપનીમાં એક કદાવર સિંહે લટાર લગાવી હતી. અહીં ઘણા લોકોનો રહેણાંક વિસ્તાર પણ છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. શિકારની શોધમાં ડાલામથ્થા સિંહે શહેરી વિસ્તારમાં પણ હવે એન્ટ્રી લીધી છે. એશિયાટીક સિંહના સામ્રાજ્ય ગણાતા અમરેલીમાં સિંહો કોવાયા કોલોનીની એક ખાનગી કંપનીમાં જોવા મળ્યા હતા. જ્યાં એક સિંહે ખાનગી કંપનીમાં લટાર લગાવી પણ જાણે અચાનક સમજી ગયો હોય તેમ કે માણસની આ દૂનિયાથી દૂર ભલા અને આ આપણો વિષય પણ નહીં તેમ તુરંત પાછો પણ વળી ગયો હતો.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT