ગુજરાતના આકાશમાં ઠેરઠેર દેખાઈ અજીબ લાઈટ્સ, જુઓ Video, એલિયનથી લઈ ખગોળીય ઘટનાની ચર્ચાઓ

અમરેલી/નર્મદાઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આકાશમાં ગુરુવારે સાંજે એક અજીબ લાઈટની હારમાળા જોવા મળતા સહુ કુતૂહલ પામ્યા હતા. નર્મદા અને અમરેલી જિલ્લાઓમાં આ લાઈટ્સ સ્પષ્ટ પણે…

gujarattak
follow google news

અમરેલી/નર્મદાઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં આકાશમાં ગુરુવારે સાંજે એક અજીબ લાઈટની હારમાળા જોવા મળતા સહુ કુતૂહલ પામ્યા હતા. નર્મદા અને અમરેલી જિલ્લાઓમાં આ લાઈટ્સ સ્પષ્ટ પણે જોવા મળી હતી. ઘણા લોકોએ આ દૃશ્યનો વીડિયો મોબાઈલમાં કંડારી લીધો હતો જે હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા છે. આપણે પણ જોઈએ આ વીડિયો…

એક સાથે બે ક્ષેત્રથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી!

અગાઉ પણ દેખાઈ ચુકી છે આવી લાઈટ્સ
ગુજરાતમાં નર્મદા ખાતે છોટા ઉદેપુર જિલ્લામાં એક વખત ફરી આકાશમાં રહસ્યમય રોશની જોવા મળી હતી. ટ્યૂબલાઈટના આકારની એક સીધી રેખા જતી હોય તેવું જોવા મળ્યું હતું. જિલ્લામાં નજરે પડેલી આ ઘટનાને લઈને લોકોમાં પણ ઉત્સુક્તાનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ ગુજરાતના અરવલ્લીમાં પણ કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની લાઈટ્સ જોવા મળી છે. રાત્રીના સમયે મોડાસા, ટીંટોઈ સહિતા વિસ્તારોમાં આ આશ્ચર્યજનક ઘટના જોવા મળતા લોકોમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. આ તરફ અમરેલીના રાજુલા ખાતે પણ આકાશમાં ઝળહળતો અજીબ પ્રકાશ જોવા મળ્યો હતો. લાઈટના ચમકારાને જોવા લોકો પણ આકાશ નીચે ઊભા થઈ ગયા હતા. ઝળહળતા ચમકારાના દૃશ્યને જોઈ ક્યાંક એલિયન તો ક્યાંક ખગોળીય ઘટના, તો ક્યાંક સ્ટાર લિંક સેટેલાઈટ હોવાને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે હજુ સુધી આ લાઈટ્સ શું છે તેનું રહસ્ય ખુલ્યું નથી કે કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી રહી નથી. આવી જ લાઈટ ખેડા જિલ્લાના આણંદ ખાતે જોવા મળી હતી. વારસાંગ ગામના આકાશમાં આ ઘટના જોવા મળી હતી. ગામના લોકોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો છે. ઠેરઠેર જોવા મળેલી આ લાઈટ્સના વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ફરતા થઈ રહ્યા છે.

(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા/હિરેન રાવિયા, અમરેલી, હેતાલી શાહ, ખેડા, હિતેશ સુતરિયા, અરવલ્લી)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp