અમદાવાદઃ ‘અમારે દિકરો જોઈતો હતો, આ પથરાને ક્યાં જન્મ આપ્યો’ આમ તો આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પરંતુ હજુ આપણી અંદરની સંકુચિત માનસિકતાઓને આપણે છોડી નથી શકતા તે દુઃખદ બાબત છે. આજના જમાનામાં જ્યાં દીકરીઓએ પોતાને પ્રબળ સાબિત કરવામાં કોઈ ક્ષેત્ર બાકી નથી મુક્યું ત્યાં અમદાવાદની એક પરિણતાને આવા શબ્દો પણ સાંભળવાનો વારો આવ્યો છે. જોકે હાલમાં આ એક જ નહીં પણ ઘણા પરિવારોમાં આવા મેણાં રોજ મહિલાઓને સાંભળવા પડતા હોય છે, વખત જતા તે બહાર આવતા પણ હોય છે તો કોઈ અંદરો અંદર જ સમી જતા હોય છે. આ ઘટનામાં મહિલાને ગર્ભવતી બનતા જ સાસરિયાઓએ કહી દીધું હતું કે જો દીકરી જન્મી તો તને ઘરમાં પણ રાખશું નહીં.
ADVERTISEMENT
અદાણી ગ્રુપ પર વધુ એક મોટો આરોપ, રશિયાની બેંકમાંથી લોન માટે કર્યું આ કામ
‘દીકરી જન્મશે તો ઘરમાં નહીં રાખીએ’
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘી કાંટા વિસ્તારમાં રહેતી પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેણે પોતાના સાસરિયાઓના સામે કરેલી ફરિયાદમાં તે કહે છે કે લગ્નના છ જ મહિના સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી પણ તે પછી મારા સાસુ-સસરા અને નણંદ હંમેશા ઘરકામની નાની બાબતોમાં પણ ત્રાસ આપતા હતા. દરમિયાનમાં તેણે દીકરીને જન્મ આપ્યો ત્યારે તો સાસરિયાઓએ કહી દીધું કે અમારે તો દિકરો જોઈતો હતો પણ તે આ પથરાને ક્યાં જન્મ આપ્યો. પછી જ્યારે સમય વિત્યો અને આ પરિણીતા ફરી ગર્ભવતી થઈ ત્યારે સાસરિયાઓએ પહેલા જ કહી દીધું કે હવે દીકરી જન્મશે તો તને ઘરમાં રાખશું નહીં. જોકે તેના પતિના કારણે તેને ફરી દીકરી જન્મી અને દીકરીનો જન્મ થતા જ સાસરિયાઓએ કહ્યું આતો દીકરીઓને જ જન્મ આપે છે, દીકરો અવતરે એવું નથી આને. તેથી હવે આપણા કુળનો વારસો નહીં જળવાય. તારા ઘરમાં તારી માંને પણ ત્રણ દીકરીઓ જ છે. તારી બેનને પણ દીકરી છે. તો હવે અમારા ઘરમાં દીકરો આવે તેવો કોઈ સવાલ જ પેદા થતો નથી. તે પછી સાસરિયાઓએ પરિણીતાને મારી, અપશબ્દો કહ્યા.
છે ને ગજબ.. જામનગરમાં તસ્કરો આખે આખો મોબાઈલ ટાવર ચોરી ગયા, હવે તપાસનો ધમધમાટ શરૂ થયો
‘દહેજમાં અમારી શાન જેવું કશું જ નઆપ્યું’
સાસરિયાઓએ આ ઉપરાંત મહિલાને કહ્યું કે, તારી માંએ દહેજામં અમારી શાન જેવું કશું જ આપ્યું નથી, જો તારે અહીંયા રહેવું હોય તો 5 લાખ રૂપિયા તારા માતા પાસેથી લઈ આવ તો જ રાખીશું. બાકી અમારે તારી કોઈ જરૂર જ નથી. પરિણીતા સાથે તેનો પતિ પણ મારઝુડ કરતો હતો. અવારનવાર મહિલા આવી રીતે ન માત્ર માનસિક પણ શારિરીક પીડાઓ પણ સહન કરી રહી હતી. આખરે તે કંટાળી ગઈ અને તેણે ફીનાઈલ પી જીવન ટુંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. મામલો પહેલા હોસ્પિટલ અને તે પછી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સાસરિયાઓએ તો અહીં સુધી કે તેના સારવાર માટેનો ખર્ચ પણ આપવાની ના પાડી અને પિયર જતા રહેવાનું કહ્યું હતું. પોલીસે આ મામલામાં હવે સાસરિયાઓને સીધા કરવા કાર્યવાહી હાથ ધરી છે. કાયદાનો પાઠ ભણાવવા આગામી સમયમાં કોર્ટમાં પણ તેમની સામે યોગ્ય નિર્ણય થશે.
ADVERTISEMENT