અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 મેચ યોજાવા જઈ રહી છે ત્યારે મેચ શરૂ થયાના એક દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં લગભગ 1 લાખ લોકો મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા છે. મેચ પહેલા જ અહીંથી ક્રાઈમ બ્રાન્ચે ચાર કશ્મીરી યુવકોની અટકાયત કરી લીધી છે.
ADVERTISEMENT
આસારામ યૌન શોષણ મામલો: સજા ઓછી કરવા મુદ્દે બંને પક્ષે દલીલ
અમદાવાદ કેમ આવ્યા હતા આ કશ્મીરીઓ?
અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ 1 ફેબ્રુઆરીએ યોજાનાર છે. દરમિયાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ નજરે પડેલા ચાર કશ્મીરી યુવકોને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવયા છે. તેઓ અહીં કોઈ ગુનાહીત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે આવી ગયા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી કે આ ચાર યુવકો અહીં સ્ટેડિયમ ખાતે શા માટે આવ્યા હતા. તેઓ કેટલા સમયથી અમદાવાદમાં છે અને અમદાવાદમાં તેમણે આટલો સમય શું કર્યું હતું. પોલીસ હાલ ચારેય શકમંદોની પુછપરછ કરી રહી છે.
અમદાવાદ આવી ગઈ છે ટીમ
ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 મેચ યોજાવાની છે. અમદાવાદમાં યોજાવાની મેચ પહેલા બીસીસીઆઈએ એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં ટી-20 મેચને લઈને ક્રિકેટ ટીમના પ્લેયર્સ અમદાવાદ આગમન કરી રહ્યા છે અને એક લક્ઝૂરિયસ હોટલમાં સ્ટે વખતે તેમને આવકારવામાં આવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT