કૌશીક જોષી.વલસાડઃ વલસાડ ખાતે નદીમાંથી રેતી કાઢીને મુંબઈ વેચવાના ગોરખ ધંધાનો વિરોધ થયો છે જે મામલો આખરે વલસાડ પોલીસ સુધી પહોંચ્યો છે. નવસારીના ધોલાઈ ખાતે રદ્દ થયેલા કિશોર પ્રોજેક્ટના નામે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હતું અને આ રીતેને મુંબઈ મોકલનારા સ્થાનકો અને સ્થાનિક રેતીનો ધંધો કરતા ટ્રક ચાલકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રેતી ખનન માફિયાઓ સામે લોકોએ એવાજ ઉઠાવતા ભારે હોબાળો મચ્યો હતો. આ સમગ્ર મામલો બાદમાં વલસાડ રુરલ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
Shraddha Kapoor આ અભિનેતાઓ સાથે ખુબ જ નજીક આવીને દુર થઇ ગઇ, અનેક વાર તુટ્યા
સી આર પાટીલના નામે લોકોને દબડાવતી
નવસારીના ધોલાઈ અને પોસરી તેમજ આજુબાજુના ટ્રક ચાલકો ઉપરાંત સ્થાનિકો પોતાનું પેટિયું રળવા રોયલ્ટી પર પાસ પરમીટથી રેતીનો ધંધો કરે છે. તો બીજી તરફ નદી ડ્રેજિંગ કરવા કિશોર પ્રોજેકટ જે રદ્દ થયા છતાં એક મહિલા આ પ્રોજેકટ પર સ્થાનિકોને રેતી લેવા દાબ દબાણ કરતા સ્થાનિકોએ ના પડતા મુંબઇથી વાહનો બોલાવી રેતી ખનન કરી રહી છે તેવા આરોપો સ્થાનિકોએ લગાવ્યા હતા. સ્થાનિકોએ ગાડી રોકી વિરોધ કર્યો હતો. તેના કારણે આ મહિલા દ્વારા સી આર પાટીલ નામે લોકોને ધમકાવતા હોવાનો આક્ષેપ સ્થાનિકો એ લગાવ્યો છે અને મહિલાનો હોબાળો અને દાદાગીરી કરતાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT