હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદ મીલ રોડ પરથી કેમિકલ મિક્સ કરી ડુપ્લીકેટ હળદર બનાવવાના કૌભાંડ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે કંપનીના માલિક સામે ફરિયાદ નોંધાઇ છે. રાજ્ય સરકારના આદેશ બાદ બે સખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં નડિયાદ ટાઉન પોલીસ મથકના અધિકારી ફરિયાદી બન્યા છે. પોલીસે નડિયાદ મીલ રોડ પર આવેલી દેવ સ્પાઈસીસ નામની ફેક્ટરીના અમિત અને પંકજ ટહેલિયાણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી બનેલ ડુબલીકેટ હળદર સ્થાનિક બજાર, હાઇવે પરની હોટલો અને વિદેશીઓમાં પણ વેચવામાં આવતી હતી.
ADVERTISEMENT
વિદેશ પણ મોકલતા હતા
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, આ આરોપીઓએ નડિયાદ મીલ રોડ પર આવેલા પોતાની દેવ સ્પાઈસિસ નામની ફેક્ટરીમાં ગુનાહિત ઇરાદા સાથે કાવતરું કરી પોતાની ફેક્ટરીમાં બનાવટી તથા બિનઆરોગ્ય હળદર બનનાવવા માટે કણકી ઓલિયોરેસિન નામનું કેમિકલ તથા કણકી પાઉડરનો ઉપયોગ કરીને બનાવટી તથા બિન આરોગ્યપ્રદ હળદર બનાવી હતી. આ હળદરથી લોકોનો સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે તેમ જાણવા છતા આવી હળદરને પોતાના વ્યવસાયીક ફાયદા માટે કોઇપણ પ્રકારના બિલ વગર સ્થાનીક વેપારીઓને તેમજ વિદેશમાં એક્ષ્પોર્ટ કરવા માટે વેપારીઓ સાથે તેમજ ઉપયોગ કરનાર સાથે છેતરપીંડી કરી હાનિકારક હળદરનો ઉપયોગ કરી અન્ય મસાલા બનાવી વિદેશમાં એક્ષ્પોર્ટ કરવા માટે વેચાણ કરતા હતા. તેમજ ખાધ્યપ્રદાર્થોની ઉત્પાદન પ્રકિયાના કોઈ પણ નિયમોનું પાલન કરતા ન હતા. સંગ્રહીત કરવામાં આવેલા ડુપ્લીકેટ હળદર બનાવવાના મટીરીયલ તથા અન્ય કોઇ પણ ચીજવસ્તુઓ ઉપર કોઇ પણ પ્રકારનું લેબલીંગ નહીં કરી અખાધ્યપદાર્થ બનાવતી કંપનીના લાઇસન્સમાં લખેલી શરતોનું પાલન નહીં કરી ગુનો કર્યો છે. જે અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકના ડી સ્ટાફના પીએસઆઇ એ આરોપીઓ વિરૂધ્ધ કલમ 420, 272,273, 120બી મુજબ ફરીયાદ નોંધાવી છે. સાથેજ 54.92 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો છે.
‘મંત્રી પદ મારા કારણે નહીં, તમારા કર્મોને કારણે ગયું’- યુવરાજસિંહે કયા પૂર્વ મંત્રી પર નિશાન સાધ્યું?
ફેક્ટરીમાંથી મળેલી કણકી અન્ય રાજ્યોથી માગાવતા
આ કૌભાંડમા એક મહત્વની બાબત સામે આવી છે, જેમા સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ફેક્ટરીમાંથી મળેલ કણકી બાબતે એક એવો પણ ખુલાસો થયો છે કે આ કણકી કોઈ લોકલ માર્કેટમાંથી નહીં પરંતુ હરિયાણા, સેલવાસ, પંજાબના સરકારી અનાજનો જે જથ્થો છે તે અહીંયા આવતો હતો. જેને લઇને હવે એ પણ તપાસ નો વિષય બન્યો છે.
કેવી રીતે ઝડપાયું નકલી હળદરનું કૌભાંડ
મહત્વનું છે કે, નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી અને ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે કેમિકલનો જથ્થો નડિયાદ ના મિલ રોડ પર આવેલ એક ફેક્ટરીમાં છે. જે બાતમીના આધારે પોલીસે દેવ સ્પાઈસ નામની ફેક્ટરીમાં છાપો માર્યો હતો. જ્યાં દારૂ નહી પણ ડુપ્લીકેટ હળદર બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું. જ્યાં સૂકી હળદર નહીં પરંતુ કણકીના લોટમાં કેમીકલ મીક્સ કરી હળદર બનાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે ફેકટરીના માલિકની પુછપરછ હાથ ધરી હતી. જેમા સિલોડ ખાતે મોટી ફેક્ટરીમાં અન્ય મસાલા બનાવવામાં આવતા હોવાનું સામે આવતા પોલીસે નડિયાદ ગ્રામ્યમાં આવેલા સિલોડગામમાં દેવ સ્પાઈસ નામની ફેક્ટરીમાં છાપો માર્યો હતો. જ્યાં પોલીસને સિન્થેટીક મટીરીયલ જોવા મળ્યું છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 10 હજારથી વધુ લોકો થયા સંક્રમિત, વેકસીનેશને વધારી ચિંતા
કેટલીક બોરીઓ પર ચાઈનીઝ લખાણ
એટલુ જ નહીં જે મટીરીયલ હતા એ વિદેશના હોવાનું બોરીમાં લખેલું જોવા મળ્યું હતું. જાણીને નવાઈ લાગશે કે કેટલીક બોરીમાં ચાઈનીઝ ભાષામાં લખાણ લખેલું જોવા મળ્યુ. એ સિન્થેટીક મટીરીયલ હાથમા પકડતા જ ઓગળી જાય એવુ હતુ. આ ફેક્ટરીમાં ધાણાજીરૂ, હળદર સહિતના રસોઈમાં વાપરવાના મસાલા બનાવવામાં આવે છે . સાથેજ આ ફેક્ટરીમાં 2 ટન કરતા વધારે માત્રામાં મસાલા બનતા હોવાથી સ્ટેટ તથા FSSSI ફુડ વિભાગની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી અને સેમ્પલ લીધા હતા. આરોગ્ય વિભાગે ચેકિંગ દરમિયાન સ્થળ પર મરચું, હળદર, ધાણા પાઉડર તથા અથાણાના મસાલાની પ્રાથમિક તપાસ કરતા હળદરની ઓલિયો રેઝિન, સ્ટાર્ચ પાઉડર, ચોખાની કણકી, કાગળનો ભૂકો વગેરે ભેળસેળ કરવા માટે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર હાજર જોવા મળ્યો હતો. જેથી તેના કુલ ૧૨ મસાલા અન્ય ભેળસેળ માટેના પદાર્થના કાયદેસરના નમૂનાઓ બન્ને જગ્યાએથી લઇ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. અને 54.92 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરાયો છે.
ફૂડ વિભાગની કામગીરી પર ઊભા થયા સવાલો
હાલ તો નડિયાદ ટાઉન પોલીસ મથકે નડિયાદ મીલ રોડ પર આવેલી દેવ સ્પાઈસીસ કંપનીના માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ તમામ પ્રક્રિયામાં સ્થાનિક ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણકે સ્થાનિક ફૂડ વિભાગની કચેરીના 500 મીટરની ત્રિજ્યામાં જ આ મિલ રોડ પર આવેલી ફેક્ટરીમાં ડુબલીકેટ હળદર બનાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરી આમ તો 1990થી ચાલી રહી છે. જોકે ડુબલીકેટ હળદર ક્યારથી બનાવવામાં આવતી હતી તે તો તપાસનો વિષય છે. પરંતુ ફૂડ વિભાગ દ્વારા આવી ફેક્ટરીઓ પર કોઈ જ ચેકિંગ ન કરવામાં આવતું હોવાનું પણ આ કૌભાંડમાંથી બહાર આવી રહ્યું છે. જો ફુડ વિભાગ સતર્ક રહે અને રેગ્યુલર પોતાની કામગીરી કરે તો નડિયાદમાંથી આવી અનેક ફેક્ટરીઓ અને અનેક ડુબલીકેટ ખાદ્ય વસ્તુઓ ઝડપાઈ શકે એમ છે.
ADVERTISEMENT