સુરતઃ સુરતના પુણા ગામની યુવતીની લાશ બાવળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી હતી આ યુવતી. જોકે તેણીની લાશ જ્યાંથી મળી છે ત્યાં સ્થિતિ જોતા ઘણી બધી શંકાઓ ઉપજે તેમ છે. પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
ADVERTISEMENT
ગુજરાત સામે 5 છક્કા લગાવી દેનાર રિંકૂ સિંહની કહાનીઃ જે બની ગયો IPLનો સૌથી મોટો
કાંટાળા ઝાડ સાથે લટકતી લાશ
ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપન્ન થઈ છે પરંતુ આ સાથે એક દુખદ સમાચાર પણ સામે આવ્યા છે. રવિવારે સાંજે સુરત ખાતે પરીક્ષા આપવા ગયેલી યુવતીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી છે. 20 વર્ષની ઉર્વશી ચૌધરીની લાશ તેની જ ઓઢણીના ગાળીયા સાથે લટકતી મળી આવી છે. શંકાસ્પદ બાબતો એવી છે કે લાશ જ્યાં લટકેલી મળી ત્યાં કાંટાળું બાવળનું ઝાડ છે તો બીજી તરફ લાશ જ્યાં લટકી હતી તેની ઊંચાઈ અને મૃતદેહની સ્થિતિ જોતા ઘટના શંકાઓ ઉપજાવનારી છે. તેની લાશ મળી છે તેમાં તેના ઘુંટણ પણ નીચે અડકી જતા હતા. જોકે ઘણું બધું પોલીસની તપાસમાં સ્પષ્ટ થશે જ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT