પાટણઃ એ કોઈ વીર જવાન ન્હોતો પણ છેલ્લા શ્વાસ સુધી લોકોને સલામત ડેપો પહોંચાડનાર ST ડ્રાઈવરનું નિધન

પાટણઃ બહુ મોટો માણસ ન્હોતો પણ Om Shanti શબ્દ માટે એ પણ એટલો જ લાયક હતો. કોઈ મોટો દિગ્ગજ ન્હોતો પણ લોકોના કામમાં તો એ…

પાટણઃ એ કોઈ વીર જવાન ન્હોતો પણ છેલ્લા શ્વાસ સુધી લોકોને સલામત ડેપો પહોંચાડનાર ST ડ્રાઈવરનું નિધન

પાટણઃ એ કોઈ વીર જવાન ન્હોતો પણ છેલ્લા શ્વાસ સુધી લોકોને સલામત ડેપો પહોંચાડનાર ST ડ્રાઈવરનું નિધન

follow google news

પાટણઃ બહુ મોટો માણસ ન્હોતો પણ Om Shanti શબ્દ માટે એ પણ એટલો જ લાયક હતો. કોઈ મોટો દિગ્ગજ ન્હોતો પણ લોકોના કામમાં તો એ પણ એટલો જ આવતો હતો. સરહદ પર લડતો કોઈ જવાન ન્હોતો પણ મુસાફરોને પોતાના છેલ્લા શ્વાસ સુધી સલામત એસટી ડેપો સુધી લેતો આવનાર વીર જરૂર હતો. લોકોને સલામત યાત્રા કરાવી તેમની મંજીલ સુધી પહોંચાડતો હતો. રાધનપુરમાં એસટી કર્મચારી પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામ્યો છે. તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. સાવ જુવાન જોધ આ ડ્રાઈવર આખરે સલામત સવારીના એસટીના સ્લોગન પર ખરો ઉતર્યો હતો.

એટેક આવ્યો છતાં 1 કિલોમીટર સુધી બસ ચલાવી લોકોને સલામત પહોંચાડ્યા
રાધનપુર ડેપોના બસ ચાલકને ચાલુ બસે હાર્ટ એટેક આવતા બસના તમામ મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. પરંતુ બસ ડ્રાઈવરે એક કિલોમીટર સુધી બસ ચલાવીને તમામ મુસાફરોને હેમખેમ રાધનપુર બસ સ્ટેશન એ પહોંચાડ્યા હતા. સોમનાથથી રાધનપુર આવતી બસના ડ્રાઇવરને હાર્ટ અટેક આવતા ડ્રાઇવરે 1 km સુધી બસ ચલાવીને અનેક મુસાફરોના જીવ બચાવ્યા, બસના ડ્રાઇવર ભારમલભાઈ આહીરને હોસ્પિટલ લઈ ગયા બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ બસમાં 55 જેટલા મુસાફરો સવાર હતા.

12-13 તારીખે ફરી વરસાદ કરી શકે છે એન્ટ્રીઃ હવામાન વિભાગે કરી આ આગાહી

સલામત સવારીના સૂત્રને નિભાવ્યું
પાટણ જિલ્લાના રાધનપુર એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ભારમલભાઈ મહાદેવભાઇ આહીર સાંતલપુર તાલુકાના બાવરડા ગામના વતની છે. તેઓએ બસ ઊભી રાખવાની સાથે જ તબિયત વધુ લથડતા રાધનપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત્યુ જાહેર કરતા રાધનપુર એસટી ડેપોમાં શોકનો માહોલ છવાયો હતો. ડ્રાઈવરે એસટીના સલામત સવારીના સૂત્રને નિભાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જુવાન જોધ લોકોમાં હાર્ટ એટેકના જોખમો વધી રહ્યા હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હાલ વધુ એવી પણ વિગતો મળી રહી છે કે સુરતમાં પણ 27 વર્ષનો યુવાન બાઈક ચલાવતો હતો ત્યારે તેને પણ એટેક આવતા તેનું પણ મોત નિપજ્યું છે.

(ઈનપુટઃ વીપીન પ્રજાપતિ, પાટણ)

    follow whatsapp