ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જુનાગઢના કેશોદ ખાતે મુખ્યમંત્રીએ ચૂંટાયેલા ધારાસભ્યો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સાથે બેઠક કરી તેમાં મુખ્યત્વે કાર્યકર્તાઓ દ્વારા ઉદભવેલા પ્રશ્નો અને વહીવટી કામમાં આવતી અડચણવું દૂર કરવા અંગે આ બેઠક યોજવાનું કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું છે. આજે નારાજ કાર્યકર્તાઓને પાછા ભાજપમાં જોડવા અંગે પણ તેમની સાથે વાત થઈ હતી. ત્યારે તેમણે આ અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નહીં પણ જે કહ્યું તે અહીં રજુ કર્યું છે.
ADVERTISEMENT
Bhavnagar: 55 લાખ લીધાના આરોપ લાગતા યુવરાજસિંહે શું આપ્યો જવાબ જાણો
લોકસભાની તૈયારી
જુનાગઢના કેશોદ ખાતે થયેલી આ બેઠકમાં ડિસેમ્બર 22 માં યોજાયેલી ચૂંટણીમાં નારાજ કાર્યકર્તાઓ પણ શામેલ હતા એ અંગે રાઘવજી પટેલ એ કહ્યું કે બીજેપી શિસ્તમાં માને છે, જો કોઈ ભૂલ હશે તો સજા મળશે અને ક્ષમ્ય હશે તો નિર્દોષ છૂટશે. એટલે કે બીજેપીમાં શિસ્ત મહત્વનું છે. આગામી લોકસભા 2024ની તૈયારીના ભાગરૂપે જુનાગઢમાં મુખ્યમંત્રીએ ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં કેશોદ ખાતે યોજાયેલી આ બેઠકમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન કટારીયા તેમજ તમામ તાલુકા પંચાયતના હોદ્દેદારો સાથે ખાસ બેઠક યોજાઈ હતી. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આ એક માહિતી સંકલનની બેઠક છે. જેમાં સરકારી યોજનાઓ અંગે માહિતી આપવી તેમજ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની વહીવટી ક્ષેત્રે ઉદભવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવી એ જ ઉદ્દેશ્ય હતો. આ તકે કૃષિના પ્રશ્નો અંગે પણ જણાવતા કહ્યું કે સરકાર ખેડૂતોને લઇ ચિંતિત છે. તેમના પ્રશ્નો હલ કરવા તેમની આવકમાં વૃદ્ધિ કરવી એ જ દેશના વડાપ્રધાનનું લક્ષ્ય છે.
ADVERTISEMENT