પાટણઃ સાતલપુર નર્મદા કેનાલમાં કેનાલનો ભાગ બેસી ગયો, ગુણવત્તા પર પ્રશ્નાર્થ

વીપીન પ્રજાપતિ.પાટણઃ પાટણના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. અચાનક ગાબડું પડતા લોકોના જીવ તાળવે…

પાટણના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. અચાનક ગાબડું પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

પાટણના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. અચાનક ગાબડું પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

follow google news

વીપીન પ્રજાપતિ.પાટણઃ પાટણના સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. અચાનક ગાબડું પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાતલપુરમાં મોટી દૂર્ઘટના બનતા બનતા અટકી ગઈ હતી. જોકે અચાનક પડેલા ગાબડાંએ ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. જોકે મોટી ઘટના અટકાવવા પાછળ પણ સ્થાનીક લોકોની સુજબુજ કામ કરી ગઈ હતી.

અતિક અહેમદના પુત્રના એન્કાઉન્ટરમાં સાથે માર્યા ગયેલા ગુલામની માતા સાથે Exclusive વાતઃ શું કહ્યું?

લોકોની સુજબુજથી મોટી ઘટના અટકી
સાતલુપર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાનચ નર્મદા નિગમની કેનાલમાં હલકી ગુણવત્તાના કામને લઈને કેનાલ આજે શુક્રવારે અચાનક બેસી ગઈ હતી. મોટી તિરાડો પડી ગઈ હતી. જોકે આ ઘટનાને લઈને લોકોમાં પણ ચિંતાનો માહોલ ઊભો થયો હતો. તેમણે તુરંત સુજબુજ વાપરતા કેનાલનું પાણી બંધ કરાવી દેવડાવ્યું હતું. જેથી મોટી નુકસાની ટળી ગઈ હતી. જોકે આ ઘટના ઘણા પ્રશ્નો પણ ઊભા કરી ગઈ હતી. જેમાં કેનાલના કામમાં હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારનો પ્રશ્ન મોખરે હતો. લોકો દ્વારા આ અંગે જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે.

    follow whatsapp