કૌશિક કાંટેચા.કચ્છઃ કેગના અહેવાલમાં ઘટસ્ફોટ કચ્છના માંડવીના દરિયા કિનારે ‘નો ડેવલપમેન્ટ’ ઝોનમાં ગુજરાત પ્રવાસન નિગમ સહિત 3 રિસોર્ટ CRZની મંજૂરી વગર જ બની ગયા. નિયમ અનુસાર કાંઠાના 200 મીટરમાં નિર્માણની મનાઈ છે. જેનો માંડવીમાં ભંગ થયો છે. જો અહીં મંજુરી વગર રિસોર્ટ ઊભા કરી દેવાયા છે તો પછી કોના
ADVERTISEMENT
પ્રતિબંધિત વિસ્તારમાં 70થી વધુ રૂમ બન્યા
કેગના હાલમાં જાહેર થયેલા રિપોર્ટમાં કચ્છના માંડવીના દરિયાકાંઠે પર્યાવરણીય મંજૂરી વિના જ નિર્માણ માટે પ્રતિબંધિત વિસ્તારમાં 3 રિસોર્ટ ઊભા કરી દેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં, આ ત્રણમાંથી એક રિસોર્ટ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનો છે. અહેવાલમાં ત્રણે રિસોર્ટ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ની મંજૂરી વિના બનાવી દેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કેગના અહેવાલના પેજ નંબર 32 પર માંડવીના દરિયાકિનારે (નો-ડેવલપમેન્ટ ઝોન વિસ્તારમાં) પરવાનગી વગર રિસોર્ટ ઊભા થઇ ગયા હોવાનો દાવો કરાયો છે.
આમ આગળ વધશે યુવાનો? રાજ્યમાં સરકારી ટેક્નિકલ કોલેજોમાં છેલ્લા છ વર્ષમાં 50% પ્રોફેસરો ઘટ્યા
ત્રણ રિસોર્ટની કામગીરી CRZ મંજૂરી વિના ચાલી
સીઆરઝેડના નિયમોમાં બીચ રિસોર્ટ્સ અને/અથવા હોટલો માટેની શરતો છે. પ્રોજેક્ટના પ્રસ્તાવકર્તાએ નો-ડેવલોપમેન્ટ ઝોનમાં એટલે કે ઉચ્ચ ભરતી રેખાની જમીનની બાજુમાં 200 મીટરની અંદર તથા નીચી ભરતી રેખા અને ઉચ્ચ ભરતી રેખા વચ્ચેના વિસ્તારની અંદર કોઈ પણ બાંધકામ હાથ ધરવું નહીં. આ બધાની વચ્ચે જિલ્લા કક્ષાની સમિતિની પેટા સમિતિએ માંડવીમાં સીઆરઝેડ વિસ્તારમાં બાંધવામાં આવેલા ત્રણ રિસોર્ટ સામેની ફરિયાદો ચકાસવા માટે ડિસેમ્બર 2019માં સ્થળ તપાસ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ત્રણ રિસોર્ટની કામગીરી સીઆરઝેડ મંજૂરી વિના ચાલી રહી છે. જોકે રાજકીય પીઠબળ અને સરકારી બાબુઓ ની મહેરબાની નાં કારણે માંડવી નાં દરિયા કિનારે અનેક રિસોર્ટ બની ગયા છે અને એ બાબતે રાજ્ય ની સરકાર પર ભેદી રીતે મૌન અવસ્થા માં જોવા મળી રહી છે.
ADVERTISEMENT