વીરેન જોશી.મહીસાગરઃ મનરેગા યોજનાને લઈને આપવામાં આવતી ગ્રાન્ટમાં અમુક ગ્રહામ પંચાયતને ગ્રાન્ટ આપવા અને અમુકને નહીં આપવાને મામલો હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા મનરેગા ગ્રાન્ટ ફાળવવામાં વહાલા દવલાની નીતિ કરવામાં આવતા અને સોશ્યલ મીડિયામાં અન્ય ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવામાં આવતા આ સમગ્ર બાબતે ગુજરાત તક સંવાદદાતા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને રૂબરૂ મળી આ બાબતે ધ્યાન દોરી આ બાબતે તેમનો જવાબ પૂછતાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોર હરક્તમાં આવી ગયા હતા અને ખોટું થયું હોવાનો અહેસાસ થતાં જ તેઓ તપાસ કરીને થોડીવારમાં ટેલીફોનિક જાણ કરીશ તેમ જણાવ્યું હતું ત્યારબાદ થોડા સમય બાદ ગુજરાત તક સાથે ટેલીફોનિક વાત થતા તેમણે જણાવ્યું હતું કે મનરેગા ગ્રાન્ટ ફાળવવામાં અગાઉના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે વહીવટી મંજૂરી આપી છે તે સ્થગિત કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો
મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકા માટે મનરેગા યોજનામાં 15 જેટલી પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા અને અન્ય ગ્રામ પંચાયતને ગ્રાન્ટ ન ફાળવવામાં આવતા સોશ્યલ મીડિયા પર જિલ્લા પંચાયતની કાર્ય પ્રણાલી પર સવાલ ઉઠ્યા છે અને ગ્રામ પંચાયતના સરપંચોએ સોશ્યલ મીડિયા પર વિરોધ વ્યક્ત કર્યો છે. મહીસાગર જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખણી દ્વારા સિલેક્ટેડ પંચાયતોને ગ્રાન્ટ ફાળવતા લુણાવાડાની 110 પંચાયતો માંથી માત્ર 15 પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળવતા સોશ્યલ મીડિયામા વિરોધ થયો છે.
પાન-મસાલા અંગેની સુપ્રીમ કોર્ટની કાર્યવાહીમાં સામે આવી રસપ્રદ બાબતોઃ તમાકું અલગ કેમ?
પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીની પોરબંદર બદલી થતાં રાતો રાત સિલેક્ટ ગ્રામ પંચાયતોને કરોડો રૂપિયાની મનરેગાની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. રવિવારના દિવસે રાતોરાત વહીવટી મંજૂરી આપી દેતા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે અને આ સમગ્ર બાબત સોશ્યલ મીડિયા વાયરલ થઈ છે. પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખણી દ્વારા 15 ગ્રામ પંચાયતોને આપવામાં આવેલા વહીવટી સત્વરે કેન્સલ કરી તમામ પંચાયતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ તમામ પંચાયતોને સરખો ન્યાય આપવામા નહીં આવે તો PMO અને CMO ડેસ્ક પર રજૂઆત કરી મુખ્યમંત્રી કાર્યલય પર ધરણા કરવામાં આવશે તેવી સોશ્યલ મીડિયા પર ચીમકી ઉચ્ચારી છે ત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ સમગ્ર બાબતે ગુજરાત તક દ્વારા વાસ્તવિકતા શું છે તે જાણવા મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોરનો સંપર્ક કર્યો હતો.
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે શું કહ્યું?
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોરે ગુજરાત તક સાથે ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લા લુણાવડા તાલુકામાં અમૂક જ ગ્રામ પંચાયતને મનરેગા યોજના અંગેની ગ્રાન્ટ પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે જે માટે મને ધ્યાન દોર્યું નથી અને આ બાબતે મેં મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડને ધ્યાન દોર્યું છે. તેમણે જણાવ્યું છે કે તમામ પંચાયતને સરખો ન્યાય મળે તે રીતે મીટીંગ કરી આયોજન કરવામાં આવશે માટે પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે વહીવટી મંજૂરી આપવામાં આવી છે તે સ્થગિત રાખવા જિલ્લા વિકાસ અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ ગાંધીનગર મીટીંગમાં હોવાથી મારે વાત થઈ શકી નથી. હું તેમનો સંપર્ક કરી પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વહીવટી મજૂરી સ્થગિત રાખવા મૌખિક જાણ કરી દઈશ અને ત્યારબાદ પ્રભારી મંત્રી સાથે મીટીંગ કરી બધી જ ગ્રામ પંચાયતને સરખો ન્યાય મળે તે રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવશે ત્યારે હવે જોવું રહ્યું.
આ વખતે ગાડી નહીં, બાઈક પલટી ગઈ! અસદ-વિકાસ દૂબે UPના બે એન્કાઉન્ટરની સરખામણી અંગે જાણો
અત્રે સવાલ એ પણ ઊભા થાય છે કે મહીસાગર જિલ્લાના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માત્ર 15 જ ગ્રામ પંચાયતને કેમ ગ્રાન્ટ ફાળવી અન્ય ગ્રામ પંચાયતને કેમ ગ્રાન્ટ ફાળવવામાં ના આવી ? આટલી મોટી ગ્રાન્ટની વહીવટી મજૂરી આપી દીધી ત્યાં સુધી જિલ્લા પંચાયત પ્રમુખને ધ્યાન પર કેમ ના આવ્યું ? જિલ્લા પંચાયત પ્રમુખને પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી એ કેમ આ બાબતની જાણ ના કરી ? આ સમગ્ર બાબતે શું મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રી તપાસ કરાવશે કે કેમ ? ત્યારે હવે જોવું રહ્યું કે જિલ્લા પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ક્યારે મીટીંગ થશે અને આપેલ વહીવટી મંજૂરી રદ કરી અન્ય ગ્રામ પંચાયતોને પણ મનરેગા યોજનાનો લાભ મળશે કે કેમ ?
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT