નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાત ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ઘણા લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતે જીત્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે વધુ એક ઈતિહાસ લખાય તે પ્રમાણેની તૈયારીઓ ભાજપે આરંભી દીધી છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને ઠેરઠેર મિટિંગોનો દૌર શરૂ કર્યો છે ત્યારે આજે શુક્રવારે રાજપીપળા ખાતે એપીએમસીમાં પણ સંગઠન મિટિંગ મળી હતી.
ADVERTISEMENT
ગુજરાતના નાણા વિભાગના કર્મચારીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ કરાયો સસ્પેન્ડ
મિટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું
રાજ્યમાં 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે જેને જીતવા તમામ પક્ષો પોતાના કાર્યકર્તાઓ સાથે સંગઠન મિટિંગો શરૂ કરી દીધી છે. નર્મદા જિલ્લામાં પણ ભાજપ દ્વારા આજે રાજપીપળામાં APMC ખાતે એક સંગઠન મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં જિલ્લાના ભાજપના તમામ કાર્યકર્તાઓને બુથ સુધી જવા અને ભાજપના ઉમેદવારો જંગી મતોથી જીત મેળવવીએ બાબતે આજે જિલ્લા પ્રમુખ ઘનસ્યામ પટેલ ધારાસભ્યએ ટ્રેનિંગ અને મિટિંગ યોજી હતી. આ વખતે પણ રાજ્યમાં તમામ 26 સીટ ભાજપ જીતશે એવો આશાવાદ જિલ્લા પ્રમુખે વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં દરેક સીટ પાંચ લાખ કરતા વધારે મતોથી જીતવી છે, એવું અભિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપ્યું છે. દરેક જિલ્લાના પ્રદેશ અધ્યક્ષ આવવાના છે જેમાં નર્મદામાં પણ આવવાના છે અને નર્મદામાં આવતા પહેલા નાનામાં નાનો કાર્યકર બુથ સુધી કેવીરીતે પહોંચે એવું આયોજન પણ આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT