કચ્છઃ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાને ડ્રગ અને હથિયારો સહિતના સ્મગલિંગના માફિયાઓ સિલ્ક રૂટ સમજી રહ્યા છે. જોકે પોલીસ, બીએસએફ સહિત ઘણી એજન્સીઓ તેમના આ ઈરાદાઓ પર પાણી ફેરવવા તત્પર છે. ત્યારે આજે જખૌ તટથી 5 કિલોમીટર દુર લૂના બેટ પાસેથી 10 પેકેટ ચરસ મળી આવ્યું છે. બીએસએફએ તમામ જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
પેકેટ્સ પર લખ્યું છે ‘અફ્ઘાન પ્રોડક્ટ’
કચ્છ નજીકથી ઘણી વખત નશીલા પદાર્થો મળી આવ્યા છે. ત્યારે આજે વધુ એક વખત આવી ઘટના બની છે. બીએસએફની એક ટુકડી ભુજમાં જખૌ તટથી લગભગ 5 કિલોમીટર દૂર લૂના બેટ ખાતે હતી ત્યારે બીએસએફને 10 પેકેટ ચરસ મળી આવ્યું હતું. પકડાયેલા આ પેકેટ્સ પર અફ્ઘાન પ્રોડક્ટ એવું લખેલું છે. બીએસએફ દ્વારા પકડાયેલા પેકેટ પાકિસ્તાન તરફથી સમુદ્રની લહેરો સાથે વહીને ભારતીય ટક પર આ ચરસ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દિલ્હીની સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ, ઈ-મેઈલથી મળી ધમકી
ઉલ્લેખનીય છે કે મે 2020થી અત્યાર સુધી બીએસએફ સાથે સાથે અન્ય કાયદાકીય એજન્સીઓ દ્વારા જખૌ તટ અને ક્રિક વિસ્તારમાંથી ચરસ ઝડપી પાડવાાં આવી ચુક્યા છે. તેમને અત્યાર સુધી 1548 ચરસના પેકેટ મળી આવ્યા છે.
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT