Gandhinagar: બાળકોના સ્વાસ્થ્યને લઈ મફત આરોગ્ય ચકાસણી કાર્યક્રમ, ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટની પહેલ

ગાંધીનગરઃ ગાંધીનગર સેક્ટર 2માં આવેલી સરકારી શાળાના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આરોગ્ય લક્ષી પગલું ભરતા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન બ્રેઈન ઈન્ડિયા…

ગાંધીનગર સેક્ટર 2માં આવેલી સરકારી શાળાના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આરોગ્ય લક્ષી પગલું ભરતા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન બ્રેઈન ઈન્ડિયા વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકાર સાથે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

ગાંધીનગર સેક્ટર 2માં આવેલી સરકારી શાળાના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આરોગ્ય લક્ષી પગલું ભરતા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન બ્રેઈન ઈન્ડિયા વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકાર સાથે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

follow google news

ગાંધીનગરઃ ગાંધીનગર સેક્ટર 2માં આવેલી સરકારી શાળાના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આરોગ્ય લક્ષી પગલું ભરતા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મિશન બ્રેઈન ઈન્ડિયા વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકાર સાથે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા બાળકોને શિક્ષણમાં આગળ વધવા વવિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

સહુએ સાથે મળી કાર્યક્રમ સફળ બનાવ્યો
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. મયુર જોષી કહે છે કે, ઉદગમ દ્વારા જરૂર જણાય ત્યારે નગરની સરકારી પ્રાથમિક શાળાઓના વંચિત બાળકોના ભાવી માટે સતત કાર્યો કરવામાં આવે છે. આ તેના જ ભાગ રૂપે આજે સેક્ટર 2ની સરકારી શાળામાં બાળકોની નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ-9ના નગરસેવક રાજુભાઈ પટેલ, ડો. સૌમ્ય જોશી, ડો. કેનીશા શાહ, બાળરોગ નિષણાંત ડો. દક્ષમ, ડો. નિહાર ગોસાઈ, ડો. કાજલ દેસાઈ અને મેડિકલના 28 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને સેવા આપી હતી.

પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગઃ 4 જવાન શહીદ, વિસ્તાર સીલ

આરોગ્ય સેવાનું ફોલોઅપ પણ કરવાની અપાઈ ખાતરી
રાજુભાઈ પટેલે પણ આ પ્રકારના સેવા કાર્ય માટે પોતાના પુરા સહકારની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના 176 બાળકોની બાળરોગના નિષણાંત તબીબો દ્વારા સામાન્ય આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેાં દાંત, નાક-કાન-ગળાના રોગોના નિષ્ણાંતો દ્વારા ચકાસણી કરાઈ હતી. ઉપરાંત બાળકોને આરોગ્યની સાચવણી માટેની જરૂરી માહિતી પુરી પડાઈ હતી. ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરી ફોલોઅપ પણ કરશે તેવી પણ ખાતરી ટ્રસ્ટી દ્વારા અપાાઈ હતી. સાથે જ બાળકોને પૌષ્ટિક દૂધ અને જ્યુસનું વિતરણ કરાયું હતું.

    follow whatsapp