ધનેશ પરમાર.બનાસકાંઠાઃ પાટણ સ્ટેટ હાઇવે પર જુનાડીસા ગામ નજીક ગંગાજી વ્હોલા ખાતે આવેલી ડીસા નગરપાલિકાની ડપિંગ સાઈટ પર દરરોજ આખા શહેરનો કચરો ઠલવાય છે. જોકે માત્ર એકાદ કિલોમીટર દૂર જુનાડીસા ગામ છે.જ્યા અંદાજિત 20 હજાર લોકો રહે છે. આ ડીસા નગરપાલિકાની ડપિંગ સાઈટ થી પર્યાવરણ તેમજ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર ગભીર વિપરીત અસર થાય છે. તેવી રજૂઆત સ્થાનિક પીડીતો દ્વારા નેશનલ ગ્રીન ટ્યુબિનલમાં કરાઈ હતી. જેનો ચુકાદો ગ્રામજનો પક્ષમાં આવ્યો હતો. જોકે ચુકાદાને અંદાજિત એક વર્ષ થયાં છતાં પાલિકા દ્વારા આ ડમ્પીંગ સાઈટ અન્યત્ર ખસેડવા આવી નથી. જેથી આ બેદરકારી દાખવવા બદલ સ્થાનિકોએ પાલિકા વિરૂદ્ધ ડીસા નાયબ કલેકટર ને લેખિત આવેદનપત્ર આપી નેશનલ ગ્રીન ટ્યુબિનલ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરવા અને આ ડમ્પીંગ સાઈટથી જાહેર આરોગ્ય જોખમાય તે પહેલાં ડમ્પીંગ સાઈટ અન્યત્ર ખસેડવા માંગ કરી હતી.
ADVERTISEMENT
પાલિકા ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ કરી માંગ ..
ડીસા નગરપાલિકાની આ ડમ્પીંગ સાઈડમાં સૂકો કચરો ભીનો કચરો ઘન કચરો સહિતના વિવિધ શહેરનાભરનાં કચરાને વિવિધ રીક્ષાઓમાં લાવવામાં આવે છે અને અહીં જ આ ડમ્પિંગ સાઈટ પર તેનો નિકાલ કરવામાં આવે છે.જોકે નેશનલ ગ્રીન ટ્યુબ દ્વારા આ ડમ્પીંગ સાઈડ જોખમી હોઇ,જાહેર જનજીવન અને આરોગ્યને નુકસાન કરતી હોય અન્યત્ર ખસેડવાનો ચુકાદો 1 વર્ષ અગાઉ અપાયો હતો.આ ચુકાદાની અમલવારી કરવાની જવાબદારી ડીસા નગરપાલિકા સત્તાધીશો તેમજ નગરપાલિકા ચીફ ઓફિસરની હતી.જોકે આજ દિન સુધી એક વર્ષ થયું છતાં પણ નેશનલ ગ્રીનટ્યુબિનલ ના ચુકાદાની અમલવારી કરવા માટે ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી કરેલ નથી. ગ્રામજનોએ ચીફ ઓફિસર પર આક્ષેપ પણ કર્યો હતો કે તેઓ રજૂઆત કરતા લોકોને ધમકાવે છે.જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદા મુજબ કાર્યવાહી કરવાની સ્થાનિકોએ આવેદનપત્રમાં માગ કરી હતી.
‘આગામી 15 દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં થશે બે મોટા રાજનૈતિક વિસ્ફોટ’- સુપ્રિયા સુલેનો દાવો
ગરપાલિકા નથી કરતી હુકમની અમલવારી: પીડિત રહેમતુલ્લા મંડોરી
જુના ડીસાના ગ્રામજનો એક સંપ થઈ પોતાના આરોગ્યની જોખમી બનેલી આ ડબ્બીંગ સાઈટ મામલે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સ્થાનિક સત્તા મંડળ સમક્ષ લડી રહ્યા છે, જ્યારે નેશનલ ટ્યુબિનલ દ્વારા ગ્રામજનોના હિતમાં ચુકાદો આવે છે. તો પણ એક વર્ષ થયા હોવા છતાં પણ આ હુકમની અમલવારી થતી નથી. આ તો કેવો ન્યાય છે તેમ કહી પીડિત રહેમતુલ્લા મંડોરીએ સ્થાનિક સત્તા મંડળ પર સવાલ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT