ભરૂચઃ ભરૂચમાં વધુ એક વખત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અગાઉ કોરોના કાળ દરમિયાન એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ઘણા લોકોના જીવ ગયા હતા. હાલમાં ગત રાત્રે જંબુસરની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. જોકે હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ ભારે હાંશકારો લીધો હતો.
ADVERTISEMENT
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
ભરૂચના જંબુસર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલાં ગતરોજ રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. લગભગ રાત્રીના દસેક વાગ્યાના સુમારે જનરલ હોસ્પિટલ જંબુસરમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાથી ધૂમાડા નીકળતા લોકોને જાણ થઈ હતી. જેના પછી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. પ્રારંભીક ધોરણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આ શોર્ટ સર્કિટ એસીમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે તેની કોઈ વિગતો સામે આવી નથી.
બે દિવસ ખાસ સાચવ જોઃ ગુજરાતમાં તાપમાન વધશે, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ
સંબંધીઓની હોસ્પિટલ તરફ દોટ
આ ઘટનામાં હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર હેઠળ હતા તેમને તુરંત અન્ય વોર્ડમાં લઈ જવાયા હતા. બીજી બાજુ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તે પણ સમયસર સ્થળ પર પહોંચી દર્દીઓને અન્યત્ર ખસેડવાની તથા આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા હતા. હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણકારી ફરતી થઈ જતા દર્દીઓના સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. સહુના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેનું કારણ એ પણ હતું કે અગાઉ ભરૂચમાં કોરોના કાળ દરમિયાન હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 16 વ્યક્તિના જીવ ગયા હતા. આવી કોઈ જાનહાની થાય તો… તેવી ચિંતાને લઈને તંત્રથી માંડી સંબંધીઓ પણ અહીં દોડી ગયા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT